“‘63,000 જેટલા શિક્ષકો સહિત અન્ય ક્રમચારીઓને જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરતા સરકારને આભાર પત્ર પાઠવાયો”‘
વાંકાનેર ખાતે તારીખ 10 11 2024 ને રવિવારના રોજ જીતુભાઈ સોમાણીના જન સંપર્ક કાર્યાલય ખાતે પ્રાથમિક શૈક્ષિક મહા સંઘ મોરબી જિલ્લાની ટીમ જૂની પેન્શન યોજના અંતર્ગત સરકાર ને આભાર પત્ર પાઠવ્યો હતો જે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સમક્ષ લેખિતમાં ગુજરાત સરકાર દ્વારા જૂની પેન્શન યોજના પુન સ્થાપિત કરતો ઠરાવ નો અમલ કરવાની સાથે જ 63,000 જેટલા શિક્ષકો વિવિધ અન્ય કચેરીના કર્મચારીઓ માં ખુશીની લહેર સાથે સરકારે અવારનવાર સરકારમાં કર્મચારીઓ દ્વારા ઊઠતી ફરિયાદો રજૂઆતોને પ્રધાન્ય આપી જૂની પેન્શન યોજના ને પુન સ્થાપિત કરતો ઠરાવ થી કર્મચારીઓમાં હર્ષની લાગણી જન્મી છે જેના અનુસંધાને વાંકાનેર ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના ભારતીય જનતા પાર્ટી જનસંપક કાર્યાલય વાંકાનેર ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈશિક મહા સંઘ તથા પ્રાથમિક શૈશિક મહા સંઘ ગુજરાતના મોરબી જિલ્લા સંગઠન મંત્રી ની અધ્યક્ષતામાં સરકાર દ્વારા કર્મચારી ચિંતક નિર્ણય એવા જૂની પેન્શન યોજના પુન સ્થાપિત કરતો ઠરાવ અંતર્ગત આભાર વ્યકત કરતો પત્ર પાઠવવામાં આવ્યો હતો જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે