ઉના:ઊના શહેરનાં મેઈન બજાર વિસ્તારમાં આવેલ શકાલા મસ્જિદ ની માલિક ની બે કરોડ કિંમત ધરાવતી મોકા ની જગ્યા આજથી ૬૦ વર્ષ પહેલાં ઊના નાં વેપારી આગેવાન સ્વ પોપટલાલ કોટેચા એ સામાન્ય દરે ભાડે રાખીને જનતા ઓઈલ મીલ ચલાવતાં હતાં તે મિલ્કત સ્વ પોપટલાલ કોટેચા નાં પુત્ર અને ભાજપ નાં શહેર પૂર્વ પ્રમુખ તેમજ પીપલ્સ બેંક નાં પૂર્વ પ્રમુખ ચંદુભાઈ કોટેચા એ કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર શકાલા મસ્જિદ ટ્રસ્ટ નાં પ્રમુખ અને આગેવાનો તેમજ મુસ્લિમ સમાજ પંચ નાં તમામ આગેવાનો ને પોતાની ઓફીસે બોલાવી સામે થી ચાવી સોંપીને મિલકત નો કબ્જાે પરત સોપી આપી કોમી એકતા ની મિશાલ કાયમ કરતાં હિન્દુ મુસ્લિમ સમાજ નાં આગેવાનો માં ભાવવિભોર દ્રષ્ય સર્જાયા હતા.
ભાજપ પૂર્વ પ્રમુખ ચંદુભાઈ પોપટલાલ કોટેચા નાં પિતા સ્વ પોપટલાલ કોટેચા એ વારસાઈ દરજ્જે શકાલા મસ્જિદ ટ્રસ્ટ ની મિલ્કત ભાડુઆત તરીકે ૬૦ વર્ષ પહેલાં રાખી જનતા મિલ ચલાવતાં હતાં મેઈનરોડ પર આવેલી બે કરોડ જેવી માતબર રકમની જગ્યા નો કબ્જાે હાલતમાં પૂર્વ ભાજપ પ્રમુખ ચંદુભાઈ કોટેચા પાસે હોય અને આ જગ્યા તેમને ફળી હોવાથી સમગ્ર કુટુંબ પરીવાર સુખી સમ્પન્ન થતાં ભાડાં ની આટલી મોટી વિશાળ એરીયા ધરાવતી મિલ્કત ની જરૂરીયાત નહીં હોવાથી અને આ જગ્યા પર કોઈ સારૂં કાર્ય કરી શકે તેવી લાગણી અને ભાઈચારાની ભાવના દિલ માં પ્રગટ થયા ચંદુભાઈ કોટેચા એ તેમનાં વડીલબંધુ મનસુખભાઇ કોટેચા રાજકોટ અને તેમનાં પરીવાર સાથે બેસી શુકનવંતી જગ્યા નાં પ્રભાવે કુદરત નાં આર્શીવાદ થી ખુબજ સુખીસંપન્ન થયાં હોવાથી આ ધાર્મિક ટ્રસ્ટ ની મિલ્કત કોઈ પણ જાત નાં વળતરની અપેક્ષા રાખ્યા વગર કોઈ સરતો કે બંધન રાખ્યા વગર પ્રેરણાદાયી બનવા ર્નિણય કર્યો હતો.
આ ર્નિણય પોતાના ખાસ રાજકિય ગુરુ ભાજપનાં ગીરગઢડા તાલુકાનાં અગ્રણી અશ્વિનભાઈ આણદાણી તેમજ બચ્ચન નાં મિત્રો જહાંગીર ભાઈ બ્લોચ પુર્વ પુરવઠા કર્મચારી ને મસ્જિદ ની ધાર્મિક જગ્યા પરત કરવાં ર્નિણય લીધો હોવાની વાત કરતાં તેમણે પણ આ બાબત ને આવકાર્ય દાયક ગણાવીને તેમનાં સારાં વિચારો ના પ્રેરણાદાયી પગલા નાં સહભાગીદાર બનવા જાતે સમય કાઢીને હાજર રહ્યા હતા
શકાલા મસ્જિદ ટ્રસ્ટ નાં પ્રમુખ એડવોકેટ જાવીદભાઈ પઠાણ તેમજ મુસ્લિમ સમાજ નાં પંચ નાં અગ્રણી હાજી ઈકબાલભાઈ ભિસતિ, સાજીદ ભાઈ કુરેશી, અમીનભાઈ કુરેશી પૂર્વ તલાટી મંત્રી, માસુમ ભાઈ કાશમાણી, નગરપાલિકા નાં સદસ્ય મુસ્લિમ સમાજ નાં અગ્રણી દાદા બાપુ શેખ,પીર સૈયદ હશનૈન બાપુ રઝઝાકી વેપારી અગ્રણી અબ્બાસ ભાઈ સુમરાણી, ઈલ્યાસ ભાઈ નોબલ, જહાંગીર ભાઈ બ્લોચ અશ્વિનભાઈ આણદાણી, પેટ્રોલ પંપ નાં માલિક અશોકભાઈ કોટેચા પૂર્વ તલાટી મંત્રી ખાનભાઈ,મુનિરભાઈ કુરેશી સહિત નાં આગેવાનો ને ગીરગઢડા રોડ ખાતે આવેલી ચંદુભાઈ કોટેચા ની મિલ ખાતે મસ્જિદ ટ્રસ્ટ ની માલિકી ની મિલ્કત પરત કરી ચાવી સોંપી આપીને લેખીતમાં કબજાે મુસ્લિમ સમાજ ને સોંપી કોમી એકતા સાથે ભાઈ ચારા ની એખલાશ પુરી પાડતાં તમામ આગેવાનો માં ભાવવિભોર દ્રષ્ય સર્જાયા હતા.
આ તકે મુસ્લિમ સમાજ નાં આગેવાનો દ્વારા ભાજપના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ કોટેચા અને તેમનાં પરીવારજનો નો ખુબજ આભાર વ્યક્ત કરીને તેમનું મોઢું મીઠું કરાવી ફુલો ના ગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા અને લાગણભેર પોતાની ઉદારતા ની પ્રશંસા કરવામાં આવી હતી આજ નાં સમયે સામાન્ય મિલ્કત ભાઈ ભાઈ પાસે છોડતો નથી એવાં કપરાં સંજાેગો માં બે કરોડ ની મિલ્કત લાભ લોભ લાલચ રાખ્યા વગર ધાર્મિક ટ્રસ્ટ ને અર્પણ કરી કોમી એખલાસ અને ભાઈચારાની ભાવના કેળવી હતી.