વાંકાનેરના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણી,વાંકાનેર તાલુકાની કાનપર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. ત્યારે ભાજપ અગ્રણી યુસુફભાઈ શેરસિયા, ગોપાલભાઈ દલાલ,અશ્વિનભાઈ મેઘાણી તથા ગ્રામ પંચાયતના સરપંચ, ગામ અગ્રણી મહેબુબભાઇ બાદી, જુબેરભાઈ પેરેડાઇઝ એસ.એમ.સી. સભ્યો તથા વાલીઓ. શ્રી કાનપર શાળામાં ચાલતા શૈક્ષણિક કાર્યની વર્ગ મુલાકાત કરી.
દરેક વર્ગમાં બાળકો તથા શિક્ષકો સાથે શૈક્ષણિક ક્ષેત્રે આધુનિક યુગમાં શિક્ષણમાં શબ્દના જ્ઞાન સાથે સંસ્કારી પરિવારિક જ્ઞાન પૂરું પાડવામાં શિક્ષકો સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી અને સરકારના નોમ્સ મુજબ થતી વિવિધ પ્રવૃત્તિઓ, પ્રોજેક્ટ અને શાળામાં થતી કામગીરીનું ધારાસભ્ય જીતુભાઈ સોમાણી એ પ્રત્યક્ષ નિદર્શન કર્યું. વિવિધ કાર્યક્રમોના ફોટોગ્રાફ તથા વિવિધ ફાઈલો તેમજ આપત્તિ અને વ્યવસ્થાપનની વ્યવસ્થા, શાળાની વિજ્ઞાન લેબ, ગાણિતિક પ્રવૃત્તિના સાધનો , શાળામાં બનાવેલા વિવિધ વિશાળ ચિત્રોનું નિદર્શન,આરોગ્ય સુવિધા સાધનો, ગ્રાન્ટમાંથી ખરીદેલ રમતગમતના સાધનો,સ્માર્ટ ક્લાસ નિદર્શન તથા સ્માર્ટ ક્લાસ ઉપયોગ કરતા બાળકો અને ધોરણ ૧ થી ૮ માં થતી તમામ પ્રવૃત્તિઓ તથા ફાઈલો અને ફોટોગ્રાફ તેમજ ગ્રાન્ટમાંથી ખરીદી કરેલી વસ્તુઓનું નિદર્શન કરવામાં આવ્યું.
મુલાકાત સમયે હાજર રહેલા એસ.એમ.સી. કમિટીના સભ્યો, વાલીઓ અને શિક્ષકો સાથે આજની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી ચર્ચા વિચારણા કરાઈ હતી શિક્ષણમાં વિદ્યાર્થીઓનું ભાવી ઘડતર સાથે વિદ્યાર્થી પોતાનું અને પોતાના પરિવારનું પ્રગતિ કાર્ય તરફ આગળ વધે તેવા આશીર્વાદ પાઠવ્યા વડીલો મહાનુભાવો વાલીઓ શિક્ષકો એ પાઠવ્યા હતા