“‘શાળા સ્કૂલ કે રોડ રસ્તા ના વિકાસ કાર્યનું ટેન્ડર કોન્ટ્રાક્ટર એજન્સી ધારકો ઉપાડતા નથી જેથી વિકાસ ગ્રામ્ય વિસ્તારનો રૂદાયો: તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરિ સિંહ ઝાલા”‘
વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં શાળા સ્કૂલ અને રોડ રસ્તા ના વિકાસલક્ષી કાર્યોને મોટાભાગે મંજૂરીની મહોર લાગી ગઈ છતાં વિકાસ વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં રૂધાઈ રહ્યો હોય તેવી સ્થિતિમાં હાલ ગ્રામ્ય વિસ્તારના લોકો અનુભવી રહ્યા છે મોટાભાગના રોડ રસ્તા ગાડા ધારી રહ્યા છે આંગણવાડી અને ખુદ ગામ પંચાયતો આશરે 17 જેટલી ખંડેર સ્થિતિમાં જોખમી બની છે જે આજના ડિજિટલ ગુજરાતના યુગમાં વિકાસની વાતો કરનાર નેતાઓ મૌન રહ્યા હોય તેમ વાંકાનેર ના ગ્રામ્ય વિસ્તારો આજની તારીખ ગાડા ધારી માર્ગો ની સ્થિતિ રહી છે તેમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ગ્રામજનો મહેસુસ કરી રહ્યા છે ત્યારે ચૂંટણી વખતે આપેલા વચનો નેતાઓ સતા પ્રાપ્ત કર્યા પછી ગ્રામ્ય વિસ્તારમાં હાલ રજૂઆતો કરી હોય તેવી પ્રેસ નોટો અખબારો ના પાને ચમકે છે મંજૂરીની મોર લાગી તેવી પણ નોંધ અખબારોમાં આવે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ હોય તેવી ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ કઈ રહી છે શાળા સ્કૂલ અને રોડ રસ્તા ના ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા પછી કોઈ ટેન્ડર ઉપાડતું ન હોય તેના પરિણામે વાંકાનેર પંથકમાં 90 ગામ પંચાયત અને 102 ગામડાઓનું વિકાસ કાર્ય અટકી પડ્યું છે આ અંગે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરીસિંહ ઝાલા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે મોટાભાગના રોડ રસ્તા મંજૂર થઈ ગયા છે પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે પરંતુ કોઈ ટેન્ડર ઉપાડતું નથી આ અંગે કોન્ટ્રાક્ટરનું કહેવાનું એવું છે કે જુના ભાવ નું ટેન્ડર પ્રક્રિયા હોય અને નવા ભાવ વધારામાં મોંઘવારી થી હાલ નો ભાવ સિમેન્ટ રેતી કપચી પથ્થર લોખંડ વગેરેનો ભાવ વધારો આવ્યા પછી પણ જૂની પદ્ધતિ અનુસાર ટેન્ડરો કયા!? કોન્ટ્રાક્ટર એજન્સી ધારકો ઉપાડે? એ એક ચિત્તક મોટો પ્રશ્ન વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં હાલ ટોક ઓફ ટાઉન બન્યો છે