“‘આ પૂર્વે તા.૩૧ ઓકટોબર હતી જે વધારીને આગામી તારીખ ૧૦ નવેમ્બર સુધી અરજી કરી શકાશે”‘
તાજેતરમાં ચાલુ વર્ષ ૨૦૨૪ ના ઑગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં રાજ્યમાં થયેલ ભારે વરસાદના કારણે થયેલ પાક નુકશાન અન્વયે ‘ખાસ કૃષિ રાહત પેકેજ– ૨૦૨૪’ રાજ્ય સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તેથી મોરબી જિલ્લાના ખેડૂતો હવે નવા થયેલા સુધારા અનુસાર આગામી તારીખ ૧૦/૧૧/૨૦૨૪ સુધી ડિજિટલ ગુજરાત ઓનલાઈન પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે. આ પૂર્વે અરજી કરવાની તારીખ ૩૧ ઓકટોબર નિયત કરવામાં આવી હતી.
આ ખાસ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ઈચ્છુક ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતે VCE/ VLE મારફત અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતી વખતે ૭- ૧૨, ૮- અ અને આધાર કાર્ડની નકલ સાથે જોડવાની રહેશે. આ પેકેજ હેઠળ લાભ મેળવવા માંગતા ખેડૂત મિત્રોને તાત્કાલિક ધોરણે ઓનલાઈન અરજી કરવા અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી હિમાંશુ ઉસદડીયા, મોરબી દ્વારા જણાવવામાં આવ્યું છે.