વાંકાનેર સિટી ન્યૂઝ વાકાનેર: મોરબી જિલ્લાના તાલુકા પોલીસ મથકોને પીઆઇ પોસ્ટિંગ તરીકે જાહેર કરાયા પછી મોરબી જિલ્લાના ટંકારા માળિયા મીયાણા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જુદા જુદા પીઆઇ એ ચાર્જ સાંભળી લીધો હોય ત્યારે વાંકાનેર તાલુકા પોલીસ મથકના તાલુકા પીએસઆઇ તરીકે સૌ પ્રથમ પીઆઇ દિલીપ વી ખરાડી એ તારીખ 1 10 2024 થી મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જય ગણેશ કર્યા ની સાથે જ નવરાત્રી અંતર્ગત વાંકાનેર તાલુકા પોલીસ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોની હદમાં ફૂટ પેટ્રોલિંગ સાથે કડક બંદોબસ્ત જિલ્લા પોલીસ વડા ની સૂચનાથી કરી તહેવારો આનંદ ઉત્સવ શાંતિ પૂર્વક ભાઈચારાથી દર વર્ષની જેમ રાબેતા મુજબ યોજાઇ તેવા પ્રયાસો ફરજ ના ભાગે શરુ કરી સતત ગ્રામ્ય વિસ્તારોમાં બાજ નજર કરી રહ્યા છે 2013માં પોલીસ ટ્રેનિંગ પૂર્ણ કરી પીએસઆઇ તરીકેની 2014માં પ્રથમ પોસ્ટિંગ પ્રાપ્ત કરી અમદાવાદ જેવા મેગા સિટીમાં સીટી માં સતત પાંચ વર્ષ ફરજ બજાવી છે પાટણમાં પણ ચારથી સાડા ચાર વર્ષ સુધી ફરજ બજાવી ચૂક્યા છે મહીસાગર જિલ્લામાં એક વર્ષ ફરજ બજાવી ઉચ્ચ પોલીસ અધિકારીના માર્ગદર્શનથી કાયદા તોડ સામે કાયદાનું શાસ્ત્ર ઉગાવી કાયદાનું કડક પાલન ફરજ ના ભાગે કરાવી પ્રતિષ્ઠ વ્યક્તિઓમાં પ્રતિષ્ઠા ધરાવતા દિલીપ વી ખરાડી એ ગુન્હેગારો સામે કાયદાકીય કાર્યવાહી કરી કાયદામાં રહે એ જ ફાયદામાં છે એવા સૂત્રોને સાર્થક કરી અમદાવાદ પાટણ મહીસાગર વિસ્તારમાં પ્રજા રક્ષક તરીકે
ની આગવી ઓળખ ઊભી કરી છે 2024 માં પ્રમોશન થતા મહીસાગર જિલ્લામાંથી સીધા મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકા પોલીસ મથકે પ્રથમ પીઆઈ તરીકે તારીખ 1 10 2024 થી હાજર થઈ તાલુકા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કડક બંદોબસ્ત સહિત ની પોલીસ પ્રજાનો રક્ષક છે તે રક્ષા કાજે રાત દિવસ ફરજ ના ભાગે કાયદા તોડ સામે કાયદા નું કડક પાલન કરાવી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક એસ એચ સારડા ના માર્ગદર્શનથી પી.આઈ દિલીપ વી ખરાડી સહિત તેની ટીમ નવરાત્રી અંતર્ગત સમગ્ર તાલુકા પોલીસ ની હદમાં આવેલા ગ્રામ્ય વિસ્તારમાં કડક પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે મૂળ અરવલ્લી જિલ્લાના વતની દિલીપ વી ખરાડી કાયદો વ્યવસ્થા ના રખેવાળ પ્રજા ચિંતક મિત્ર સ્વભાવના પ્રતિષ્ઠ સારા વ્યક્તિઓ માટે રહ્યા છે એટલે સ્વાભાવિક છે કે ગુનેગાર માટે આકરા કડક અધિકારી તરીકે વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં કાયદા તોડ માટે પડે તેવા સંકેતો પી.આઈ દિલીપ વી ખરાડી પ્રજા રક્ષક પોલીસ ની ટૂંકી મુલાકાત વાંકાનેર પંથકની પ્રજા માટે મોટો પ્રકાશ આપી રહ્યો છે