સમગ્ર રાજ્યમાં નવરાત્રી અંતર્ગત પોલીસ ટીમ ફરજ ના ભાગે એલર્ટ રહી છે ત્યારે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા ના માર્ગદર્શનથી વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી.ધેલ પીએસઆઇ ડી.વી. કાનાણી સહિત સમગ્ર પોલીસ સ્ટાફ એ પ્રથમ નવરાત્રીના નોરતેથી કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની સાથે નવરાત્રીમાં કોઈ અનછનીય બનાવો ના બને તેવી તાકેદારીના ભાગે કડક પેટ્રોલિંગ સાથે ફ્રુટ પેટ્રોલિંગ વાહન ચેકિંગ સતત ચાલુ રાખ્યું છે
ત્યારે પૂર્વ શિક્ષક હાલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. વી. કાનાણી એ એક સાથે બે ફરજ બજાવી રહ્યા હોય તેવું દ્રશ્ય વાંકાનેર શહેર પોલીસની હદમાં જોવા મળી છે જેમાં ફરજ નિષ્ઠ પીએસઆઇ કાનાણી પોતાની દીકરીને સાથે રાખી અન્ય બેન દીકરીઓની રક્ષા કાજે ફરજ બજાવી રહ્યા હોય તેવું ચિત્ર વાંકાનેર ના મુખ્ય માર્ગો પર વાહન ચેકિંગ કરતા જોવા મળી રહ્યા છે જે ખરા પ્રજા રક્ષક તરીકેની ઓળખ પુરી પાડી છે