વાંકાનેર સીટી ન્યુઝ વાંકાનેર: આજના આધુનિક યુગમાં પોલીસે ડ્રોન કેમેરા થી સમયની સાથે પરિસ્થિતિને પારખી ડિજિટલ યુગમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર તીસરી આંખ સમા ડ્રોન કેમેરા ના માધ્યમથી નેશનલ હાઈવે પર ચાલુ વાહને મોબાઈલ પર વાતો કરનારા અને આડેધડ વાહન પાર્કિંગ કરનાર રોંગ સાઈડમાં પ્રવેશ કરનાર વધુ ગતિએ વાહન ચલાવનાર સામે ટ્રાફિક સેન્સ ના ભાગરૂપે કાયદા તોડ વાહન ચાલકો સામે વાંકાનેર સીટી પોલીસ ટીમે કાયદાનું શાસ્ત્ર ઉગાવ્યું હોય
તેમ વાંકાનેર સીટી પોલીસની હદમાં આવેલા વિસ્તારોમાં કડક પેટ્રોલિંગ સાથે ડ્રોન કેમેરા ના માધ્યમથી કાયદા તોડ વાહન ચાલકો પર તીસરી નજર રાખવાની શરૂઆત વાંકાનેર સીટી પોલીસ દ્વારા કરવામાં આવી છે જે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ની સૂચના સાથે નાયબ પોલીસ અધિક્ષક એસ એચ સારડા ના માર્ગદર્શન સાથે વાંકાનેર સિટી પોલીસ ઇન્સ્પેક્ટર એચ વી ધેલા અને પીએસઆઇ ડી વી કાનાણી સહિત સમગ્ર પોલીસ સ્ટાફ ડ્રોન કેમેરા સાથે કડક પેટ્રોલિંગ સાથે કાયદા તોડ વાહન ચાલકોને કાયદાનું સેન્સ કરાવતા તસવીરમાં દ્રશ્યમાન થાય છે