હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો ગરબી સંચાલક આયોજકો ની મોટી સંખ્યામાં હાજર રહ્યા
વાંકાનેર સીટી પોલીસ મથકના ગ્રાઉન્ડમાં પીઆઇ એચ વી ઘેલા ની અધ્યક્ષતામાં મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચના સાથે નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શનથી તહેવારો અંતર્ગત શાંતિ સમિતિની બેઠક કરવામાં આવી હતી 2 ઓક્ટોબર ગાંધી જન્મ જયંતી નિમિત્તે સાંજે 5:00 કલાકે વિવિધ ગરબીના આયોજકો અને હિન્દુ મુસ્લિમ સમાજને અગ્રણીઓની મોટી ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી તેમાં સરકારની ગાઈડલાઈન મુજબ પાલન કરવાનું અને શાંતિ ભાઈચારા એકતાથી તહેવારો નો ઉત્સવ દર વર્ષની જેમ યોજાય તેવી માના નવલા નોરતા નિમિત્તે કાર્ય કરવા ની સાથે સીસીટીવી કેમેરા મોબાઈલ નો દુરુપયોગ ના કરવો અને ખાસ કરી બેન દીકરીની સુરક્ષા અંતર્ગત વિવિધ માર્ગદર્શન અંતર્ગત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સરકાર દ્વારા ઇમરજન્સી હેલ્પલાઇન નંબર તેમજ દરેક ગરબી એ પોલીસ બંદોબસ્ત કડક સુરક્ષા ફરજ ના ભાગે એલટ રહેશે આ સાથે સર્વે હિંદુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો આયોજકો ને વિવિધ સરકારની ગાઈડલાઈન સાથે પોલીસ સુરક્ષા અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં સર્વે હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો સહિત નવરાત્રિ મહોત્સવ ના આયોજકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે