વાંકાનેર શહેર પોલીસની હદમાં તારીખ 1 10 2024 ની મોડી રાત્રે આશરે 11:00 વાગ્યાના સમયે જીનપરા ચોકમાં હોમગાર્ડ જવાન ને થેલી મળી આવી હતી જે થેલી તત્કાલ સીટી પોલીસમાં જમા કરાવી હોય તે થેલીમાં ખરાઈ કરી મૂળ માલિક ની શોધ ખોળ શરૂ કરી હતી ત્યારે નવાપરાથી રાજા વડલા તરફ જતા પરેશભાઈ કિશોરભાઈ કોળી ઉંમર વર્ષ 19 વાંકાનેર ના નવાપરામાંથી રાજા વડલા મોટરસાયકલ લઈને જતા હોય તે સમયે સાઈડમાં ટિંગાળેલ થેલી નું નકુચો તૂટી જતા થેલી પડી ગયેલ હોય જે થેલી હોમગાર્ડ જવાન સેટાણીયા સંતોષ ધીરુભાઈ તેમજ સેટાણીયા શામજી ધીરુભાઈ ને જીનપરા ચોકમાંથી થેલી મળેલ હતી રાત્રે 11:00 વાગ્યાના સુમારે આ થેલી મળી હોય જે અંગે સીટી પોલીસ વાંકાનેરમાં જમા કરાવતા પોલીસને ટેલીફોનિક શોધખોળ મૂળ માલિકની કરી હતી જેમાં ચાંદીની બંગડી દર્દીની દવા
લેડીઝ પાકીટ અને રોકડ રૂપિયા અને ચાંદીના હાથમાં પહેરવાની બંગડી જોડી સાથે કપડા અને સ્ટીલના બે કઠોળ વાસણ હતા આ કામગીરીમાં વાંકાનેર સીટી પોલીસ ડિ સ્ટાફ ટીમ પીઆઇ એચ.વી ઘેલાની સુચનાથી ગણતરીની કલાકોમાં જ તેરા તુજકો અર્પણ અંતર્ગત મૂળ માલિકને થેલી ટોપી હતી જે સમગ્ર કામગીરી ફરજ પરના પીએસઓ રાજભા ગઢવી એ સાથે હોમગાર્ડ જવાન મૂળ માલિકને થેલી ચાંદીની બંગડી અને લેડીઝ પર પરત આપતા તસવીરમાં દ્રશ્યમાન થાય છે નોંધનીય છે કે પોલીસ પ્રજાનો મિત્ર છે શત્રુ નહીં સામાન્ય પ્રજાના ખોવાયેલા નાના-મોટા થેલા થેલી મોબાઈલ શોધી મૂળ માલિકને પરત કરતા હોય છે તે આ ઘટનાથી વાંકાનેર પોલીસની સારી કામગીરીને વાંકાનેર સિટી ન્યુઝ હૃદય પૂર્વક શુભેચ્છા અભિનંદન પાઠવે છે