વાંકાનેર : શહેરમાં રાજકોટ રોષ પર બ્રહ્મ સોસાયટી ખાતે નિર્માણાધિન થઈ રહેલ બ્રાહ્મણોના આરાધ્ય દેવ શ્રી પરશુરામ ભગવાનના મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર નું આજ રોજ વિધિ વિધાન સાથે દાતાના હસ્તે ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું.
વાંકાનેર પરશુરામ ધામ મુકામે પ્રવેશદ્વારનું ખાતમુહૂર્ત બ્રહ્મ સમાજના ભામાશા ડો.બી.કે.લહેરુ તેમના પત્ની ઉર્મિલા લહેરુ તથા નિશીથ લહેરુના વરદ હસ્તે કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ભૂદેવ દ્વારા ભગવાન શ્રી પરશુરામ ધામ ખાતે પરશુરામ ભગવાનના સાનિધ્યમાં પ્રવેશદ્વારા ના દાતા ડૉ. લહેરુ પરિવાર દ્વારા પૂજન અર્ચન કરાવેલ અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે જે જગ્યાએ પ્રવેશદ્વારા બનાવવામાં આવનાર છે તે જગ્યા પર ભૂમિ પૂજન તથા ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કાર્યક્રમના પ્રમુખ સ્થાને સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ ડો.અનિલભાઈ મહેતા અતિથિ વિશેષ તરીકે વાંકાનેર બ્રહ્મ સમાજના પ્રમુખ જે.કે.ઓઝા , વાંકાનેરના સિનિયર પત્રકાર મુકેશ પંડ્યા સહિત અનેક બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજુભાઈ રાવલ તથા દુષ્યંત ઠાકર દ્વારા જહેમત ઉઠાવી હતી.