વાંકાનેર શહેરના મુખ્ય માર્ગોમાં પર ઠેર ઠેર ખાડા લાંબા સમયથી રહ્યા હોય ત્યાં વધુ રાહદારી અને વાહન ચાલક માટે ચિંતક વરસાદની માહોલમાં પુલમાં પોલ પડવાથી ભારે વાહનો શહેરમાં પ્રવેશ થતા ટ્રાફિક સમસ્યાઓ નો વધારો થયો હોય એવા સમયે અધુરામાં પુરુ માવઠા નો મિજાજ મેઘરાજાનું સવારી એ ખાડામાં પાણી ભરી દેતા મચ્છરોનો ઉપદ્રવ વધવાના સંકેતો મિક્સર ઋતુના કારણે ડોક્ટરોના જણાવ્યા અનુસાર સામાન્ય તાવ મેલેરીયા ચિકનગુનિયા જેવા રોગ નો વાયરસ ની ઇફેક્ટ હોવાથી રોગચાળો થવાના ભય લોકો અનુભવી રહ્યા છે ત્યારે સેવા સેતુ જેવા કાર્યક્રમો અંતર્ગત જિલ્લા કક્ષાના અધિકારીઓ નેતાઓ સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી સેલ્ફી ફોટા સાથે અખબારોના સમાચાર માં પ્રજાલક્ષી પ્રજા ચિંતક કાર્યોના સમાચાર બની રહ્યા છે ત્યારે એક નજર ઇધર ભી જેવો ઘાટ વાંકાનેર સિટી ન્યૂઝ દ્વારા કવરેજ કરેલી તસવીરો તંત્રની નિષ્ક્રિયતાની પ્રજામાં રહેલી છબીનો ચિતાર થઈ રહ્યો છે કે સત્તા પાસે શાણપણ કોનું ચાલે એક નહીં અનેક સમસ્યા વાંકાનેર પંથકના લોકો અનુભવી રહ્યા છે
જે તસવીરોમાં ચોકઅપ થયેલી ગટરો અને રોડ રસ્તા પરના ખાડા સાથે સ્વચ્છતા નો અભાવ રહ્યો હોય તેવા દ્રશ્યો એક નહીં અનેકવાર અખબારોના સમાચાર બની ચૂક્યા છે
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ગુજરાતના વિકાસ માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ રોડ રસ્તા મજબૂત કરવા માટે ફાળવણી ના ભાગરૂપે લાહણી કરી રહ્યા ના સમાચારો રહેલા છે જેથી લાખો કરોડોના ખર્ચા થી વાંકાનેર પંથકના પાકા મજબૂત માર્ગો બને એ પહેલા વરસાદ અને ગટરના ગંદા પાણી નો નિકાલ સાથે પ્રજાલક્ષી કાર્યને સ્થાન આપવું જોઈએ ડિજિટલ ગુજરાતમાં ભ્રષ્ટાચાર નો વાયરસ આવ્યા વગર વિકાસ કાર્યને વેગ મળે તેવી આશાઓની કિરણો મતદાર પ્રજામાં જન્મી છે