વાંકાનેર ના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરના દીકરાઓની કળા એ સમગ્ર વાંકાનેર પંથકમાં ચિંતાની લહેર ખેડૂત અને માલધારી સમાજમાં લાવી દીધી હોય તેમ ચોરે મચાવ્યો સોર તેવી ઘટના પ્રકાશમાં આવી છે વાંકાનેર સીટી પોલીસ મથક ની હદમાં આવેલા રસીદગઢ ગામે 31 ઘેટા બકરા પશુની ચોરી થયાની ઘટના માં હજુ ચોર પકડાયા નથી ત્યાં જ વાંકાનેર તાલુકા પોલીસ ની હદમાં આવેલા
વાંકાનેર તાલુકાના જોધપર ગમે 8 પશુ ઘેટા બકરા ની ચોરીની અરજી અબ્દુલ હમીદ એ વાંકાનેર તાલુકા પોલીસમાં અરજી કરી છે તેમાં ચાર ઘેટા 4 બકરા તારીખ 6 10 2024 ના રોજ અરજી આપી છે તેમાં ચાર બકરા ની કિંમત આશરે ₹80,000 તેમજ ચાર ઘેટાની કિંમત રૂપિયા 60,000 એમ ટોટલ એક લાખ ચાલીસ હજાર ના પશુ ઘેટા બકરા ની ચોરી થયાની વાંકાનેર તાલુકા પોલીસને અરજી આપી છે
ત્યારે નોંધનીય છે કે 31 ઘેટા બકરા એ જ હાઇવે રોડ પર આવેલા રસીદગઢ જે સીટી પોલીસની હદમાં આવેલું છે એ વિસ્તારમાં ચોરી થયા ની ઘટના ની નોંધ પોલીસે કરી તપાસ શરૂ કરી છે તાલુકા પોલીસમાં આવી પશુ ચોરી ઘેટા બકરાની ટોળકી એ ગ્રામ્ય વિસ્તારમાં ચોરે ભારે સોર મચાવી દીધો હોય તેમ ગ્રામ્ય વિસ્તારમાં ફફડાટ લોકોમાં રહ્યો છે જે સીટી અને તાલુકા પોલીસ માટે કડક પેટ્રોલિંગ વધુ કડક કરવાની ઘટનાઓ કહી રહી છે