વાંકાનેર પંથકમાં ગ્રામ્ય વિસ્તાર અને શહેરના લોકો અન્ય શહેર જિલ્લા ગ્રામ્ય વિસ્તારોની જોડતા પુલ પર થી પસાર થતાં જીવનું જોખમ રહ્યું હોય તેવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે જે ચોમાસા અંતર્ગત વાંકાનેર તાલુકાના રાતીદેવડી પંચાસર નો પુલ માં પોલ હજુ મજબૂત થઈ નથી ત્યાં ફરી વાંકાનેર પંથકમાં સિંધાવદર ખાતે બીજા એક પુલ ની પોલ પડીયા ની ઘટના તંત્રની પોલ ખુલ્લી કરી રહી હોય તેમ વાંકાનેર તાલુકાના સિંધાવદર જુનવાણી નદી પર ના પુલમાં પોલ પડિયાની ઘટના પ્રકાશમાં આવી છે જે તંત્ર માટે લાલ બત્તી સમાન ઘટના છે આમ વાંકાનેર પંથકમાં વાહનોથી ધમધમતા વિસ્તારો મા
આવેલ પુલા પર ની પોલ મતદાર પ્રજા માટે જોખમી બની છે ત્યારે વિકાસની વાતો કરનાર નેતાઓ સહી સલામત ની જેમ એર કન્ડિશન કચેરીઓમાં બેઠા અધિકારીઓ ફરજના ભાગે વાંકાનેર પંથકમાં આવેલા પુલ બ્રીજ પુલ પર સર્વે કરી પરિસ્થિતિને ધ્યાને રાખી કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય તેવી તાકેદારીના ભાગે કાર્યવાહી કરવી જોઈએ તે આજના ડિજિટલ ગુજરાતમાં ભ્રષ્ટાચાર નો વાયરસ આવ્યા વગર વાંકાનેર પંથકમાં મજબૂત પુલ પ્રજા ચિંતક નેતાઓ એ કરવું જરૂરી બન્યું છે તંત્રની નિષ્ક્રિયતા ના ભાગરૂપે વાહનોથી ધમધમતા પુલ મા પોલ પડવાની ઘટના વાંકાનેર પંથકમાં કોઈ મોટી દુર્ઘટના સર્જે એ પહેલા તંત્ર વાહકો એલર્ટ જરૂરી બન્યું છે