વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં વાંકાનેર તાલુકાના મહિકા ગામે રહેતા ફરિયાદી વિજય શિવાભાઈ ચાવડા ઉંમર વર્ષ 38 વાળાએ મહિકા ગામ મે રહેતા ઉસ્માન મહમદભાઈ બાદી ઉંમર વર્ષ 54 વાળા સામે ગત તારીખ 18 10 2024 ના રોજ બપોરે 12:45 કલાકે વિશ્વાસઘાત છેતરપિંડી જાતિ પ્રત્યય હડધુત કરતા એટ્રોસિટી ની ફરિયાદ કરેલ હોય જેથી વાંકાનેર તાલુકા પોલીસ પી.આઈ સહિતની ટીમ એ આરોપીની ગણતરીની કલાકોમાં જ સાંજે 6:30 કલાકે અટક કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે
જે અંગેની પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત એવી છે કે ફરિયાદી વિજયભાઈ શીવાભાઈ ચાવડા એ તેમની માતા ચંપાબેન શીવાભાઈ ચાવડા ના નામે વાંકાનેર તાલુકાના મહિકા ગામે સર્વે નંબર 211 પૈકી 1 જમીન 2020 માં જે તે સમયે સોદો કરેલ હોય તે અંગેનું સોદાખ્ત પાકો દસ્તાવેજ વિજયભાઈ ચાવડા ફરિયાદીએ માંગતા આરોપી ઉસ્માન મામદભાઈ બાદી એ આપેલ ના હોય જેથી આઈપીસી કલમ 406 420 એટ્રોસિટી મુજબનો ગુન્હો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે વધુ તપાસ એસી એસટી સેલના ડીવાયએસપી ચલાવી રહ્યા છે