
વાંકાનેર તાલુકા ભાજપ શાસનકાળ ના સમયગાળામાં 18 મી સામાન્ય સભા તારીખ 17 10 2024 ના રોજ બપોરે 12:00 કલાકે સભા હોલ ખાતે મળી હતી 23 તાલુકા પંચાયતના સદસ્ય માંથી માત્ર 15 સદસ્યો હાજર રહ્યા હતા જેમાં સૌપ્રથમ ચૂંટાયેલા સદસ્યોની રજૂઆત સાંભળવામાં આવી હતી તેમાં તિથવા ગામે કોઝવે નું કામ અને આંગણવાડીની જગ્યા ની ફાળવણી કરવા ની રજૂઆત થઈ હતી ત્યારબાદ જેતપરડા ગામમાં ગામ તળ કરેલ જમીનનો કબજો વિકાસ લક્ષી કાર્યને સોંપવા માટે સદસ્ય રણજીતભાઈ એ કરી હતી અને લાલપરમાં ગોચર દબાણ અંગે પણ કોંગ્રેસના માજી પ્રમુખ તાલુકા પંચાયત ના યુનુસભાઈ એ કરી હતી આ સમગ્ર સામાન્ય સભામાં ઉપસ્થિત રહેલા 15 સદસ્યો ના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા સાથે વિકાસ કાર્યોને સ્થાન આપવા માટે તાલુકા પંચાયત પ્રમુખ કૈલાસબા હરિસિંહ ઝાલા એ આપી હતી આ સમગ્ર કાર્યક્રમ માં તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી આર એ કોઢીયા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી બી બી સોલંકી તેમજ વિસતરણ અધિકારી તાલુકા પંચાયતના એમ વી શેરસીયા સહિત સી કે પટેલ એ.ટી. ધોરીયા તાલુકા પંચાયત વિસ્તરણ અધિકારી સહકાર લિયાકત ભાઈ ભરણીયા સહિત 15 ચૂંટાયેલા કોંગ્રેસ ભાજપના સદસ્યો વગેરે હાજર રહ્યા હતા