
વાંકાનેર તાલુકાના સીંઘાવદર ગામે પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ના નવા બીલ્ડીંગનું ખાત મુર્હત કરવામાં આવેલ.
આ પ્રસંગે યુસુફભાઇ શેરસીયા માજી જીલ્લા પંચાયત કારોબારી સમીતીના અઘ્યક્ષશ્રી માજી સરપંચ ઇસ્માઇલભાઇ પરાસરા સહકારી મંડળીના પ્રમુખશ્રી ગુલાબભાઇ પટેલ તથા અન્ય ગામ આગેવાનો તેમજ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ હાજર રહેલ.
આ પ્રસંગે યુસુફભાઇ શેરસીયા માજી જીલ્લા પંચાયત કારોબારી સમીતીના અઘ્યક્ષશ્રી એ જણાવેલ કે અઘતન નવી ડીઝાઇન નું બીલ્ડીંગ બનતા સીંઘાવદર ગામની આજુબાજુના ૧૦-૧૨ ગામના લોકોને આરોગ્ય ની સેવાઓ લેવામાં સરળતા રહેશે. ટુક સમયમાં આ બીલ્ડીંગનું કામ શરુ કરવામાં આવેશે તેમ વઘુમાં જણાવ્યું હતું.