વાંકાનેર ખાતે દશેરા નિમિત્તે તારીખ 12-10-2024 ના રોજ 5:30 કલાકે રાજપુત સમાજ દ્વારા ગરાસીયા બોડીંગ ખાતેથી શોભા યાત્રા નું આયોજન કરાયું હતું જે શોભાયાત્રા જીનપરા ચોક ગ્રીન ચોક મેઈન બજાર માં બ્રેન્ડબાજા સાથે ઘોડા સવાર સમાજના યુવાનો સાથે દર વર્ષની જેમ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ બેન્ડબાજા સાથે ઘોડા સવાર સાથે વાહનોની લાંબી કટાર સાથે ફંડેશ્વર મંદિર ગ્રાઉન્ડ ખાતે પહોંચી જ્યાં શસ્ત્ર પૂજન વિધિ દર વર્ષની જેમ કરવામાં આવી હતી અને શસ્ત્ર પૂજન કર્યું હતું આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજયનું આ ઉમંગ પર્વ મનુષ્યમાં રહેલા દુર્ગુણ આંતરિક શત્રુઓ તથા નકારાત્મક ઉર્જા પર વિજય પ્રાપ્ત કરવાનું પૂર્વ સમાજમાં સદભાવના સમર સત્તા સહાર્દ બંધુતા ની નેમ પાર પાડનાર પર્વ વિજયા દશમી નિમિત્તે રાજપૂત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ
વર્ષે પણ વાંકાનેરમાં ભવ્ય શોભા યાત્રા રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા વાંકાનેર સ્ટેટના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું આ કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર ના મુખ્ય માર્ગ પર વાજતે ગાજતે ઘોડા સવાર રાજપૂત સમાજ ની ભવ્ય શોભા યાત્રા નીકળેલ જ્યાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં હિંદુ મુસ્લિમ સર્વે સમાજ દ્વારા રાજપૂત ક્ષત્રિય સમાજ ના આગેવાનો અગ્રણીઓ ને સાલ ઓઢાડી ફૂલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું
ગ્રીન ચોકમાં મુસ્લિમ અગ્રણી મહમદભાઈ રાઠોડ એ ફૂલહાર કરી સાકરનો પડો આપી સ્વાગત સાથે સન્માન કર્યું હતું ત્યારબાદ બજાર લાઈન સલોત શેરી ખાતે મુસ્લિમ યુવા અગ્રણી ફિરોજભાઈ ઠાસરીયા રફીક ભાઈ અજમેરી અમીરભાઈ તેમજ મુન્નાભાઈ વગેરે ઠંડા પાણી નું વિતરણ કરી ફૂલહાર થી સ્વાગત કર્યું હતું
જે એકતાના સંદેશ સાથે સમગ્ર કાર્યક્રમ તસવીરમાં દ્રશ્યમાન થાય છે.