વાંકાનેર : તારીખ 3 10 2024 થી શરૂ થતાં માંના નવલા નોરતા આનંદ ઉત્સવ પૂર્વક નવરાત્રી મહોત્સવનું સમગ્ર રાજ્ય સહિત વાકાનેર પંથકમાં ખેલૈયા , આ ત્રિદિવસીય નવરાત્રી મહોત્સવ અંતર્ગત રાસ ની રમઝટ બોલાવી રહ્યા છે ત્યારે પ્રાચીન અને અર્વાચીન પ્રણલી ના સમન્વય ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા વાંકાનેર દિગ્વિજય નગર શ્રી
શીતળા માતાજીના મંદિર ગ્રાઉન્ડમાં પેડક વિસ્તાર ખાતે છેલ્લા 16 વર્ષથી રાસોત્સવ મહોત્સવ માં રાજપૂત સમાજની બહેનો દીકરીઓ માટે તારીખ 8 9 10 2024 નવરાત્રી મહોત્સવમાં રાજપૂત સમાજની આન બાન શાન સાથે શ્રી વાંકાનેર યુવા રાજપૂત સમાજ દ્વારા આયોજિત
16 માં ત્રી દિવસીય રાસોત્સવ મહોત્સવ આયોજનના પ્રથમ દિવસે જ રાજપૂત સમાજની બેન દીકરીઓએ દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા ડિજિટલ યુગમાં પ્રાચીન ગરબા ની મર્યાદા સાથે રાસ ની રમઝટ બોલાવી મા ના ગરબા ની નવરાત્રી મહોત્સવ માં ભક્તિ શ્રદ્ધા સાથે ગરબા ની રમઝટ આકર્ષણનું કેન્દ્ર જે ક્ષત્રિય સમાજ ની એકતા યુવા રાજપૂત સમાજ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજપૂત સમાજમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે