વાંકાનેર સિટી ન્યૂઝ વાકાનેર: તા. ૧૯/૧૦/૨૦૨૪, શનિવારના રોજ વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા અને મહામંત્રી નજરુદ્દીનભાઈ માથકિયાના નેતૃત્ત્વ હેઠળ વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના સદસ્યો, સહમંત્રી જૈનુલઆબેદ્દીનભાઈ બાદી, મીડિયા પ્રચાર મંત્રી ધવલભાઈ મહેતા, કોપ સદસ્ય નરેન્દ્રભાઈ કાલરિયા તથા વાંકાનેર તાલુકાના શિક્ષક મિત્રોએ ટાઉનહૉલ, માર્કેટ ચોક વાંકાનેર ખાતે વાંકાનેર/કુવાડવા મતવિસ્તારના વર્તમાન ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ને રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ 100% જિલ્લાફેર બદલી કેમ્પમાં બતાવી ઑનલાઈન/ઑફલાઈન જિલ્લાફેર બદલી કેમ્પ યોજી પછી બાકી રહેતી જગ્યાઓ પર જ વિદ્યાસહાયક ભરતી કરવામાં આવે તેવી રજૂઆતને સરકારશ્રી સુધી પહોંચાડવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જીતુભાઈ સોમાણી સાહેબ વતી તેમના પ્રતિનિધિ રમેશભાઈ વોરાને આવેદનપત્ર સ્વીકાર્યું હતું. જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે