ચીફ ઓફિસર કલેકટર સમક્ષ કરેલી રજૂઆત ની તપાસો માત્ર કાગળ પર ખરી કે ખોટી નો ખુલાસો પ્રજાલક્ષી કરવા કોંગ્રેસ દ્વારા હિસાબ દો ના નારા થી સરકારી કચેરીઓ ગુંજી ઉઠશે
મોરબી શહેર જિલ્લામાં એક નહીં અનેક સમસ્યાઓથી આમ પ્રજા મોટાભાગે સમસ્યા મુક્ત થઈ નથી માત્ર વિકાસની વાતો થઈ રહી છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી ઉદ્યોગ નગરી મોરબીમાં આજની તારીખે વરસાદ અને ગટરના પાણીના નિકાલ નો અભાવ લોકો અનુભવી રહ્યા છે સ્વચ્છતા માત્ર દેખાવ પૂરતી હોય તેવી ગંદકી કચરાના ગંજ અખબારો ના સમાચાર બનતી હોય છે ત્યારે ચીફ ઓફિસર કલેકટર સમાજ પ્રજાલક્ષી પ્રશ્નો અંગે મોરબી જિલ્લા કોંગ્રેસ સહિત કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો નેતાઓએ લેખિતમાં રજૂઆત કરી હોય તે અંગે કોઈ પણ પ્રકારનો તંત્ર દ્વારા પ્રજાહિત જવાબ મળ્યો ન હોય તેના અનુસંધાને મોરબી જિલ્લા કોંગ્રેસ પાર્ટીના નેતાઓ દ્વારા હિસાબ દો કાર્યક્રમ ના ભાગરૂપે દિવાળી પહેલા જ નવા વર્ષથી મોરબીની પ્રજાને નવી સુવિધા ઉપલબ્ધ થાય એવા હેતુથી તારીખ 28-10-2024 ના રોજ સવારે 10:30 કલાકે સોમવારના રોજ મોરબી શહેરમાં આવાસ યોજના, 45-ડી, અને નંદીઘર માં થયેલા ભ્રષ્ટાચાર મામલે કેટલા રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે તેનો હિસાબ મેળવવા મોરબી નગરપાલિકા કચેરી ખાતે હિસાબ દો ના નારા સાથે કોંગ્રેસ પક્ષના કાર્યક્રમ મોરબી નગરપાલિકાના પટાગણા માં શરૂ કરી વિકાસની માત્ર વાતો થતી ભાજપના શાસન પક્ષ કાળમાં પ્રજાના વિવિધ ટેક્સ ઉઘરાવતી કચેરીઓ અને પ્રજાના પેસે પ્રાપ્ત કરતા પગારો સરકારી કર્મચારીઓ પ્રજા લક્ષી કાર્યોમાં નિષ્ફળ રહ્યા હોય તેવા કર્મચારીઓને હિસાબ દો કાર્યક્રમ અંતર્ગત આવેદનપત્ર આપી ખરા અર્થે પ્રજા લક્ષી વિકાસ કાર્યોને સ્થાન અપાવવા માટે મોરબીમાં વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમમાં શરૂ કરવામાં આવશે તેવા પ્રયાસો કોંગ્રેસના જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓ દ્વારા શરૂ કરવામાં આવશે જેમાં પુષ્પરાજ સિંહ જાડેજા પ્રમુખ મોરબી શહેર કોંગ્રેસ કિશોરભાઈ ચીખલીયા પ્રમુખ મોરબી જિલ્લા કોંગ્રેસ સહિત વિવિધ કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો સહિત મોરબીના શહેરીજનો આ કાર્યક્રમમાં હાજરી આપશે જે તસવીરમાં વિરોધ પક્ષના નેતાઓ દ્રશ્યમાન થાય છે