વાંકાનેર સીટી ન્યુઝ વાંકાનેર :ભારત સરકાર દ્વારા ગુજરાતમાથી ચૂંટાયેલા પ્રતિનિધિઓની કેરળ રાજ્યની કેરળ ઇન્સ્ટીટ્યુટ ઓફ લોકલ એડમિનિસ્ટ્રેશન (કિલા) થ્રિસુર ખાતેથી એક્સપોઝર મુલાકાત હાલ ચાલું હોઇ જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાથી પ્રદેશ દ્વારા સુચિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ જીલ્લા પંચાયત પ્રમુખો જોડાયેલા છે. મોરબી જિલ્લામાથી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી અને વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર મોરબી જિલ્લાના બંને બહેનો કેરળ રાજ્યમાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા હોય જે મહિલા સશક્તિકરણનું સૌથી ઉમદા ઉદાહરણ પુરૂ પાડે છે
.