મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ની સૂચનાથી મોરબી જિલ્લા મિલકત સંબંધી ગુનાહો અટકાવવા અને અન ડિટેક્ટ ગુનાહો શોધી કાઢવા કડક સૂચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક એચ સારડા ના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એચ વી ધેલા ની ટીમ ના વિરેન્દ્રસિંહ ઝાલા તેમજ ધર્મરાજ ગઢવી ને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. 978/ 2024 બી એન એસ કલમ 303(2) 3293( 3) મુજબના કામે ના આરોપીઓ મુદ્દામાલ સાથે મોટર સાયકલમાં આવનારા હોય તેવી ચોક્કસ અને ભરોસાપાત્ર હકીકત ના આધારે વાકાનેર નવાપરા નાકા મુકામે વોચ તપાસ રહી આરોપીઓને પકડી પાડેલ જે અંગેની મળતી હકીકત અનુસાર આરોપી દિલીપભાઈ પરસોત્તમભાઈ ચારોલીયા ઉંમર વર્ષ 40 રહે નવાપરા દેવીપુજક વાસ વાંકાનેર જીલ્લો મોરબી વાળા અને આરોપી નંબર બે નરેશભાઈ કેશાભાઈ ચારોલીયા ઉંમર વર્ષ 37 રહે નવાપરા દેવીપુજક વાસ હનુમાનદાદાના મંદિર પાસે વાંકાનેર જીલ્લો મોરબી વાળાને નવાપરા વિસ્તારના વોચમાં રહેલી વાંકાનેર સીટી પોલીસ ની ટીમના ડિ. સ્ટાફ ના કર્મચારીઓએ આરોપીને પકડી મુદ્દામાલ કબજે કરેલ છે જેમાં એક 5 હોર્સ પાવરની ઈલેક્ટ્રીક મોટર (ઓપન વેલ) જેની કિંમત રૂપિયા 13000 તેમજ એક 5 હોર્સ પાવરની ઇલેક્ટ્રિક મોટર ઓપનવેલ તેની કિંમત ₹16,000 સાથે એક હીરો હોન્ડા કંપનીનું મોટરસાયકલ gj 22 બી 3284 કિંમત ₹15,000 નો મુદ્દા માલ કબજે કરી બંને આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જે કામગીરી વાંકાનેર સીટી પોલીસ
નવરાત્રી અંતર્ગત કડક બંદોબસ્ત સાથે ગુનાહિત પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખી જિલ્લા પોલીસ વડાની સૂચના સાથે નાયબ પોલીસ અધ્યક્ષક ના માર્ગદર્શનથી વાંકાનેર શહેર પોલીસ ની હદમાં અન ડિટેક્ટ ચોરીનો ગુનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ દીધેલ છે જે કામગીરીમાં વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એચ વી ઘેલા તેમજ પીએસઆઇ વી કે મહેશ્વરી તેમજ ડી સ્ટાફ જમાદાર મુકેશભાઈ ચાવડા સહિત વિરેન્દ્રસિંહ ઝાલા હરદીપસિંહ ઝાલા ધર્મરાજ ભાઈ ગઢવી સાથે તાજુદ્દીન ભાઈ શેરસીયા અને દર્શિતભાઈ વ્યાસ દિનેશભાઈ સોલંકી છન્નાભાઈ રોજાસરા વગેરે ફરજ ના ભાગે કરેલ કામગીરી ના ભાગરૂપે ચંદ્રપુર ગામે નદી વાળી સીમ ઓળખાતી સીમ ની વાડીમાંથી પાંચ હોર્સ પાવરની ઈલેક્ટ્રીક મોટર ઓપન વેલો અન ડિટેક્ટ ચોરી નો ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલ નાખ્યો છે જે તસવીરમાં મુદ્દા માલ સાથે આરોપી અને પોલીસ ટીમ તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે