પ્રજાએ ત્રાહીમામ થઈ ગરનાળુ સ્વચ્છ કરવા અને પાકુ બનાવવા લોકો એ રોષ વ્યક્ત કરતા માર્ગ મકાન વિભાગે કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરી નાળુ ધીમે ધીમે કાયમ બંધ કરી દેવા લોખંડના પાઈપ જમીન મા ખોંસી રીપેરીંગ કરી દીધાનુ નાટક કરી કાયમ બંધ કરવા ત્રાગડો રચ્યો.
ટંકારા મધ્યે થી પસાર થતા રાજકોટ મોરબી હાઈવે પર ટંંકારા ખાતે નિર્માણ કરાયેલ ઓવરબ્રિજ નીચે નગરના લોકોની અવરજવર માટે ગરક નાલુ બનાવવામા આવેલ છે. પરંતુ તંત્ર અને હાઈવે કોન્ટ્રાકટર ની ખોરા ટોપરા જેવી દાનત થી ગરકનાળાનુ તળીયુ કાચુ રખાયુ હોવાથી શ્રાવણમા પડેલા વરસાદથી કાદવ કિચડ અને ઢોર વાડો બની જતા રોગચાળો વકરવાની સ્થાનિકે ફરીયાદો ઉઠતા નકર કામગીરી કરવા ને બદલે પ્રજાજનો ની કાગારોળ ના અવાજ ને કાયમી ડામી દેવા ની નિતી અપનાવી માર્ગ વિભાગ તંત્રની ભ્રષ્ટાચાર ભરી મીઠી નજર હેઠળ ગરકનાળા નો પેવર રોડ બનાવવા ને બદલે બંને સાઈડ ઈરાદા પુર્વક લોખંડ ના પાઈપ જડી દેવામાં આવ્યા છે. જેથી વાહનચાલકો તો ઠીક રાહદારીઓ પણ પિસાઈ ને પસાર થાય એવો પેંતરો કરી ભવિષ્યમાં લોકો અહીં થી ચાલવાનુ ભુલી જાય એવો તખ્તો ઘડી પ્રજાજનો ના અવાજ ને રૂંધવા રીતસર સરકારી બાબુઓએ કારસો રચ્યો હોવાનુ ચિત્ર નજરે જોનારાને સ્પષ્ટ થાય એવુ પાપ તંત્ર દ્વારા કરાયુ છે. આમ આદમી પાર્ટી સિવાય પ્રજાના પ્રતિનિધિઓ રાબેતા મુજબ જનતાના વાજબી મુદ્દે કાન દેતુ ન હોવાની ફરીયાદો ઉઠી રહી છે. સોમવારે આપના કાર્યકરો એ આ મુદ્દે મામલતદાર ને આવેદનપત્ર પાઠવી પ્રજાના અવાજ ને વાચા આપવા પ્રયાસ કર્યો છે.
ટંકારામા ખાસ કોઈ ઉડીને આંખે વળગે એવો વિકાસ ભલે ન થયો હોય પરંતુ સમયને અનુરૂપ ટંકારા શહેર નો ભૌગોલીક વિસ્તાર વિસ્તર્યો છે. પરીણામે હાઈવે ની બંને તરફ માનવ વસવાટ થતા રાજકોટ મોરબી ફોર લેન હાઈવે શહેર મધ્યે થી પસાર થતો હોવાથી હાઈવે પર ઓવરબ્રિજ બનાવાયો છે. પરંતુ નગરજનોની શહેરમા સતત આવનજાવન હોવાથી ઓવરબ્રિજ નીચે જે તે વખતે પ્રજાની માંગણી થી એમ.ડી. સોસાયટી સામે ગરકનાળુ બનાવાયુ હતુ. પરંતુ હાઈવે ઓથોરિટી માર્ગ મકાન વિભાગ અને હાઈવે ના કોન્ટ્રાકટરે મલાઈ તારવી લેવા ગરકનાળાનુ તળીયુ પાકુ મઢી પેવર રોડ બનાવવા ને બદલે કાચુ રાખી દીધુ હોવા છતા પ્રજાજનો સહન કરી રહ્યા હતા પરંતુ ગત શ્રાવણ માસમા મુશળધાર વરસાદ પડતા ગરનાળુ કાદવ કિચડ અને ઢોર વાડો બની જતા નર્કાગાર બન્યુ હતુ. પરીણામે કાયમી નાળા નીચે પસાર થનારા હજારો લોકો રોષે ભરાયા હતા. અને કાગારોળ મચાવી મામલતદાર કચેરી નગરપાલિકાએ રજુઆતો કરતા સ્થાનિક તંત્રે લગત માર્ગ મકાન વિભાગ ને તાત્કાલિક ગરનાળુ રીપેર કરવા ધોસ બોલાવતા નિંભર અને મલાઈ તારવવાની કુટેવ ધરાવતા હાઈવે તંત્રે પ્રજાજનોની વેદના ઉપર મીઠુ ભભરાવવા જેવી કુચેષ્ટા કરી ગરનાળુ પેવર રોડ બનાવી પાકુ કરવાને બદલે બંને સાઈડ લોખંડ ના પાઈપ ખોડી દઈ કાયદો કોઈ ના બાપ ની જાગીર હોય એમ વાહનચાલકો ની કાયમી અવરજવર બંધ કરવા સાથે રાહદારીઓ પણ મહામુસીબતે પાઈપ વચ્ચે થી ગળકી ને પસાર થાય એવી કુચેષ્ટા જાણીબુઝીને કરી ધીમે ધીમે ગરકનાળા નીચે ચહલપહલ બંધ કરી દેવા કારસો રચ્યો હોવાનુ ચિત્ર ઉપસ્યુ છે. જો અહીંયા થી નિકળો તો રાવ કરો ને આવી ખંધી અને મેલી મુરાદ હાલના દ્શ્ય ઉપરથી સ્પષ્ટ થાય છે. પ્રજાના કહેવાતા પ્રતિનિધિઓએ આ મામલે મોઢા સિવી લેતા પ્રજા સમસમી ઉઠી છે
.
આમ આદમી પાર્ટીએ જનતાનો પોકાર સાંભળ્યો
સોમવારે આમ આદમી પાર્ટી સમક્ષ લોકો એ રજુઆત કરતા આપ ના મહામંત્રી ધર્મેન્દ્ર કક્કડે આ મુદ્દે રાજકારણથી દુર રહી લોક પ્રશ્ને ઝંડો ઉપાડી નગરના કૌશિક ત્રિવેદી, અંકિત ભગદેવ, રીયાઝભાઈ, હબીબ ઈસા, શૈલેષ મહેતા,જયેશ સોલંકી સહિતના અનેક લોકોને સાથે લઈ ગરકનાળા ના પાઈપ ઉખેડી માર્ગ પાકો બનાવી પૂર્વવત કરવા માંગણી કરી હતી. આવેદનપત્રમા જણાવ્યા પ્રમાણે નાળા નીચે દરરોજ હજારો લોકો જેમા ખાસ શાળાએ જતા ભૂલકાઓ ઉપરાંત, બંને તરફ બેંક, સામી સાઈડ સરકારી કચેરીઓ, જુના ગામમા કોર્ટ , શાક માર્કેટ, દેવસ્થાનો, પોસ્ટ કચેરી સહિતના રોજીંદા વયવહાર હોવાથી, વૃધ્ધો, મહિલાઓ, ધંધા રોજગાર વાળા દુકાનદારો સહિત દ્વિચક્રી અને ફોર વ્હીલર વાહન ચાલકો દરરોજ અપડાઉન કરે છે. હાઈવે કાંઠે ગરકનાળા સામે જ બસ સ્ટેન્ડ હોવાથી સતત અવરજવર રહે છે. જે બંધ થતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો વેઠી રહ્યા છે. પ્રજા ની યાતનાનો તંત્રના જવાબદારો નિજ આનંદ લુંટી રહ્યા છે. જે નિંદનીય છે. તાકિદે જેમ હતુ એમ વ્યવસ્થિત પૂર્વવત કરવા માંગણી ઉઠાવી હતી.