એડવોકેટફરીદ મદની એ પરાસરા – અધિવક્તાની કલમે.કામદાર વળતર ધારો.ભાગ નંબર 1
- મનોજ નામનો વ્યક્તિ મોરબીના એક સીરામીકમાં નોકરી કરતો હતો. નોકરીની ચાલુ ફરજ દરમિયાન અકસ્માતે ઇલેક્ટ્રીક શોક લાગતા અકસ્માતે મરણ ગયેલ છે.
- જુનેદ નામનો વ્યક્તિ મોરબીના એક સીરામીકમાં એસી રીપેરીંગ કરતા હતા. તે વખતે એસી બ્લાસ્ટ થતા જમણા તથા ડાબા પગમાં, જમણા તથા ડાબા હાથમાં, માથાના ભાગે, આંખના ભાગે ગંભીર ઇજાઓ થયેલ. ગંભીર ઈજામાં હાથ કપાવવો પડે.
- શેરૂક નામનો રાજસ્થાની વતની કર્મચારી વાંકાનેરના એક સીરામીકમાં સફાઈ કામનું કામ કરતો હતો. તે વખતે તેમનો હાથ મશીનમાં આવી જતા તેમનો હાથ કોણી થઈ ઉપરના ભાગ સુધી કપાવવો પડેલ.
- રમેશ પરમાર નામનો વ્યક્તિ તેમના શેઠના કહેવા મુજબ કંપનીના કામ ચાલુ નોકરી દરમિયાન નોકરીના કામકાજના એક ભાગ તરીકે મોટરસાયકલ લઇ બેંકનું કામકાજ કરવા માટે જઈ રહ્યો હતો. તે વખતે મોટરસાયકલ ડિવાઇડર સાથે અથડાતા માથામાં ગંભીર ઇજા થતાં મરણ ગયેલ.
ઉપરોક્ત તમામ ઉદાહરણો પરથી કહી શકાય કે, ચાલુ નોકરી દરમિયાન એટલે કે ચાલુ ફરજ દરમિયાન કામદાર અને માલિક તરીકેનો સંબંધ અસ્તિત્વમાં હોય તે વખતે કોઈ અકસ્માત જેવા કે, ખેતીના કામકાજ દરમિયાન મજુર પાસે દવા છટાવતી મજુરને દવાની અસર થઈ જવી, ખાણમાં કામ કરતી વખતે ખાણની ભેખડ ધસી પડતા અકસ્માત, ઈલેક્ટ્રીક શોક, ચાલુ નોકરી દરમિયાન વાહન અકસ્માત, ચાલુ નોકરી દરમિયાન પતરા રીપેરીંગ કરતી વખતે ઊંચાઈ પરથી નીચે જમીન પર પડી જવું, જેવા અનેક અકસ્માતો અવારનવાર આપણા આસપાસના વિસ્તારમાં બનતા હોય છે.
વિશેષમાં કહીએ તો કોઈ મજદૂરનો એટલે કે કોઈ કામદારનું ચાલુ નોકરી દરમિયાન કોઈ અકસ્માત થાય તો તેમનો સમાવેશ કામદાર વળતર ધારા હેઠળ કરી શકાય છે.
ભારતમાં કામદાર વળતર ધારો 1923 માં અમલમાં મૂકવા આવેલ છે.
કામદાર વળતર ધારામાં માલિક અને મજદૂર વચ્ચે નોકરીના સંબંધ અસ્તિત્વમાં આવેલા હોવા જોઈએ. કોઈપણ કામદારને ચાલુ નોકરી દરમિયાન અથવા તો એક કામના લીધે કોઈ દુર્ઘટના (અકસ્માત) ઘટે તો તેમને વળતર ચૂકવવાના માટે કામદાર વળતર ધારાની જોગવાઈ 03 હેઠળ માલિક જવાબદાર ગણાશે.
જો માલિક વળતર ચૂકવવામાં નિષ્ફળ નીવડે તો તેમના વિરુદ્ધમાં ઈજા પામનાર અથવા તો મરણ જનારના વારસદારો જે જગ્યા એ વસવાટ કરતા હોય ત્યાં અથવા તો જે જગ્યાએ અકસ્માતનો બનાવ બનેલ છે. ત્યાં લાગુ પડતી મજદૂર અદાલત સમક્ષ વળતર કેસ દાખલ કરી શકશે.
નિયત સમય મર્યાદામાં એટલે કે દિવસ 30 માં અકસ્માત પછી માલિક કામદારને વળતર ચૂકવવામાં નિષ્ફળ નીકળે તેવા સંજોગોમાં નામદાર મજદુર અદાલત માલિક પાસેથી 50% પેનલ્ટી તથા 12% વ્યાજ લેખે વળતર ચૂકવવાનું હુકમ ફરમાવશે.
કામદાર વળતર ધારા હેઠળ નીચે મુજબના વ્યક્તિઓનો સમાવેશ કરી શકાય.
- ટ્રેક્ટર તથા અન્ય સાધનોથી ખેતીમાં કામ કરતા કામદારો.
- મકાન બનાવવામાં ઉપયોગ થતા કડિયા અને ટોપલાઓ.
- બેન્ક કર્મચારીઓ.
- સિરામિકના કામદારો.
5.દુકાનમાં કામ કરતા કામદારો. - વીજળીનું દેખરેખનું કામ કરતા કામદારો.
- કોઈપણ વસ્તુને બદલાવા, સજાવટ કરવા, બનાવવા માટે એવી જગ્યા કે જ્યાં 20 થી વધુ કામદારો કામ કરે છે.
- ટ્રક ટેઈલરમાં ચાલુ નોકરી દરમિયાન હાર્ટ એટેક ડ્રાઇવર ક્લીનરને આવી જશે. તો તેમનો સમાવેશ પણ નામદાર કોર્ટના ચુકાદા મુજબ અકસ્માતની વ્યાખ્યામાં જ તેમનો સમાવેશ કરે છે.
વિશેષમાં જે જગ્યાએ માલિક અને કામદારના સંબંધો અસ્તિત્વમાં આવેલ હોય ત્યાં કામદાર વળતર ધારાની જોગવાઈઓ લાગુ પડે છે.
આવતા અંકમાં કામદાર વળતર ધારાની વળતરની ગણતરી તેમજ તે લગત તમામ કોર્ટની કાર્યવાહી વિશે ચર્ચા કરવામાં આવશે.
ક્રમશ આવતા અંકમાં….