- ગુજરનારના માતા – પિતા.
- ગુજરાતના પતિ – પત્ની, દીકરા – દીકરી.
- સગીર દીકરા – દીકરી.
- અપરણિત ભાઈ – બહેન
- મરણ જનારના દાદા – દાદી.
- કર્મચારીના માતા પિતા હયાત ન હોય તો પિતામહ અથવા પિતા મહી.
07.
કામદારો નીચે મુજબની કેટેગરીમાં જો સમાવેશ થતો હોય તો વળતર મળવા પાત્ર થતું નથી.
- અકસ્માત વખતે ઈજા પામનાર અને ગુજરનાર નશીલા પદાર્થના પ્રભાવ હેઠળ હોય.
- કામકાજ વખતે સેફટી સુરક્ષાના સાધનોનો ઉપયોગ કરેલ ન હોય.
- અકસ્માત કે ઇજા કામના સમયે થયેલ ન હોય.
- બીજાના કારણે ત્રણ દિવસ અથવા તેનાથી ઓછા સમય કામ કરવા માટે કામદાર અસમર્થ હોય.
ઉપરોક્ત ચાર કારણો કોઈ પણ કર્મચારી કે કામદારને લાગુ પડતા હોય તો વળતર મેળવવા કર્મચારી હકદાર રહેતો નથી.
નોંધ. કર્મચારીનું ઈજાને કારણે અવસાન થાય ત્યારે ઉપરોક્ત મુદ્દા નંબર બે ના બચાવો ચાલવા પાત્ર રહેશે નહીં. મરણ જનારના વારસદારો માટે તેવા પુરાવાઓનું ખંડન કરવું શક્ય નથી.
અસમર્થતા એટલે કે ખોટ ખાંપણ.
અસમર્થતા એટલે કામ કરવાની જે શક્તિ કર્મચારીએ અકસ્માતને કારણે ગુમાવેલ છે. તેમને અસમર્થતા તરીકે ઓળખવામાં આવે છે.
અસમર્થતતા બે પ્રકારની હોય છે.
- આંશિક અસમર્થતા.
અકસ્માતને કારણે કર્મચારી જે કામ હવે નહીં કરી શકે તેની કામ કરવાની શક્તિમાં જ ઘટાડો થયેલ છે તેમને આંશિક અસમતતા કહેવામાં આવે છે. - સંપૂર્ણ અસમર્થતા.
અકસ્માતને કારણે કોઈ કર્મચારી કાયમી કે કામ ચલાવ અસમતતા હોય એટલે કે અકસ્માત પહેલા કર્મચારી જે કાર્ય કરતા હતા તે અસમર્થ બને તેમને સંપૂર્ણ અસમર્થ થતા વાળો કર્મચારી કહેવાય. વિશેષમાં કહીએ તો કર્મચારીની કમાવાની શક્તિમાં સો ટકા ઘટાડો થાય ત્યારે પણ સંપૂર્ણ અસમર્થતા ઉદભવે છે.
મરણના કિસ્સામાં વળતરની રકમની ગણતરી :-
ઉદાહરણ.
માસિક પગાર રકમ ₹15,000.
ઉંમર વર્ષ. 22.
લાગુ પડતો ગુણાંક.221.37
7500×221.37÷100 = 16,60,275/-.
16,60,275 + 5000 (અંતિમવિધિના) = 16,65,275/-.
જો કોઈ કર્મચારી 22 વર્ષમાં ઉંમરમાં મરણ પામશે તો તેમને ઉપરોક્ત ગણતરી કરેલ રકમ મુજબની વળતરની રકમ મળવાપાત્ર થશે. તેમજ જો કોઈ સારવાર દરમિયાન મેડિકલ ખર્ચ થયેલ હોય અને તે મેડિકલ ખર્ચ વીમા પોલિસીમાં કવરેજ કરેલ હોય તો મેડિકલ ખર્ચ પણ કવરેજ કરેલ રકમ મુજબનો મળવાપાત્ર થશે.