એપ્રેન્ટીસ એટલે ચોક્કસ ઉદ્યોગમાં અમુક પ્રમાણમાં કુશળ કારીગરોને તાલીમ આપવાના હેતુસર કામ પર રાખવામાં આવે છે. જેમને એપ્રેન્ટીસ તરીકે ઓળખવામાં આવે છે. એપ્રેન્ટીસ કાયદો 1961 માં અમલમાં મુકવામાં આવેલ. એપ્રેન્ટીસ એટલે સરળ ભાષામાં કહીએ તો કંપનીનો કોઈ તાલીમાર્થી વ્યક્તિ.
એપ્રેન્ટીસ એ કોઈ કંપનીનો કાયમી કે હંગામી કોઈ કર્મચારી કે કામદાર નથી. એપ્રેન્ટીસ નું કામ કંપનીમાં સક્ષમ અધિકારી પાસે ટ્રેનિંગ લેવાના હેતુસર ની પોસ્ટ ઉભી કરવામાં આવેલ છે. તેમજ એપ્રેન્ટીસ ને ટ્રેનિંગ દરમિયાન કાયદા મુજબ રક્ષણ આપવાના હેતુસર એપ્રેન્ટીસ નો કાયદો 1961માં નાગરિકોના હિતાર્થે અમલમાં મૂકવામાં આવેલ.
કોઈપણ કુશળ કારીગર 14 વર્ષથી ઉપરની મોટી ઉંમર ધરાવતો હોય તેમજ તેઓ કાયદા મુજબ નક્કી થયેલ શૈક્ષણિક લાયકાત અને શારીરિક માનસિક ફિટનેસ ધરાવતો હોય તો તે કંપનીમાં એપ્રેન્ટીસ તરીકે વિશેષમાં કહીએ તો તાલીમાર્થી તરીકે લાભ લઈ શકશે. જો આ મુજબની કોઈ તાલીમાર્થી લાયકાત ધરાવતો ન હોય તો તાલીમ લઈ શકશે નહીં.
વિશેષમાં એપ્રેન્ટીસની ચાલુ ટ્રેનિંગ દરમિયાન કોઈ ઘટીત અકસ્માતની ઘટના ઘટશે. તો તેવા સંજોગોમાં તાલીમ અર્થે ની કામગીરી દરમિયાન તાલીમાર્થી એટલે કે એપ્રેન્ટીસને કોઈ અકસ્માત સંબંધીત ઈજા કે મરણ થાય છે. તેવા સમયે વળતર ચૂકવવાની જવાબદારી કંપનીના માલિકની રહેશે.
એપ્રેન્ટીસીસ કાયદા હેઠળ માલિકની જવાબદારી.
- માલિકે આવેલ એપ્રેન્ટીસની તાલીમ કાયદાની જોગવાઈઓની મર્યાદામાં રહીને ટ્રેનિંગ આપવાની રહેશે.
- માલિકે આવેલ એપ્રેન્ટીસ તાલીમની દેખરેખ સક્ષમ અધિકારી હેઠળ આપવાની રહેશે.
- માલિક અને એપ્રેન્ટીસ વચ્ચે જે કરાર હેઠળ શરતો નક્કી થયેલ હોય તેનું અચૂકપણે પાલન કરવાનું રહેશે.
- માલિકે કાયદામાં નક્કી થયેલ શિડ્યુલ મુજબ Stipend એપ્રેન્ટીસને ચૂકવવાનું રહેશે. વધુ Stipend માલિક એપ્રેન્ટીસને ચૂકવી શકશે
- માલિક કોઈ પણ એપ્રેન્ટીસને પીસરેટ, ઇન્સેન્ટિવ અથવા પ્રોડક્શન બોનસના હોદા પર ટ્રેનિંગ દરમિયાન રાખી શકશે નહીં.
- કોઈપણ એપ્રેન્ટીસને ટ્રેનિંગ દરમિયાન અકસ્માત કે ઇજા થાય તેવા સંજોગોમાં વળતર ચૂકવવાની જવાબદારી કંપની કે ફેકટરીના માલિકની ઉદ્ભવશે.
એપ્રેન્ટીસ ની જવાબદારી.
- એપ્રેન્ટીસે પોતાની જવાબદારી ખંતપૂર્વક અને શુદ્ધ ભાવના કેળવીને ટ્રેનિંગ લેવાની રહેશે.
- એપ્રેન્ટીસે ટ્રેનિંગ દરમિયાન પ્રેક્ટીકલી કામગીરી અને તે રિલેટેડ ઇન્સ્ટ્રક્શનના ક્લાસમાં નિયમિત અને અચૂક પણે હાજરી આપવાની રહેશે.
- વખતોવખત માલિક, મેનેજર, સુપરવાઇઝર દ્વારા મળતી સૂચનાઓનું પાલન એપ્રેન્ટીસે કરવાની રહેશે.
- એપ્રેન્ટીસને ટ્રેનિંગમાં રાખતી વખતે માલિક અને એપ્રેન્ટીસ વચ્ચે થયેલ કરારની ફરજોનુ પાલન કરવા બંને પક્ષો બંધાયેલ છે.
આવતા અંકમાં ક્રમશ…….
એપ્રેન્ટીસ એક્ટ 1961.