વાંકાનેર સીટી ન્યુઝ વાકાનેર :જિલ્લા આરોગ્ય વિભાગ મોરબી અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર અને અર્બન હેલ્થ સેન્ટર – વાંકાનેર & RBSK TEAM દ્વારા તમાકુ નિષેધ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ તારીખ 19/09/24 ના રોજ ITI કૉલેજ વાંકાનેર ખાતે તમાકુ વ્યસન અંગેની જાગૃતિ અર્થે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. આ સ્પર્ધામાં કુલ 12 વિદ્યાર્થીઓ એ ભાગ લીધેલ હતો
RBSK ડો. જીનાલી સંઘાણી અને ડૉ. અનિલ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકસાન અને શરીર પર થતી આડઅસર અને આર્થિક અસર વિશે સમજણ આપવામાં આવેલ ત્યારબાદ કોલેજના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કેતનભાઈ રાવલ દ્વારા વિદ્યાર્થીઓને આ કાર્યક્રમ અર્થે માર્ગદર્શન આપવામાં આવેલ વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓ માંથી પ્રથમ, દ્વિતીય, અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવેલ સમગ્ર કાર્યક્રમને RBSK TEAM અને MPHW ઈકબાલભાઈ પટેલ અને કોલેજ ના પ્રિન્સિપલ અને કોલેજના શિક્ષકો દ્વારા સફળ બનાવવામાં આવેલ અંતે કોલેજના સુપર વાઈઝર સુરક્ષાબેન દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપીને અર્બન હેલ્થ સેન્ટર વાંકાનેર તથા ડીસ્ટ્રીક ટોબેકો કંટ્રોલ સેલ મોરબીનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમને પૂર્ણ કરેલ આ કાર્યક્રમના અંતે બધા વિદ્યાર્થીઓને નાસ્તો કરવામાં આવેલ હતા જે કાર્યક્રમની તસવીરો દ્રશ્યમાન થાય છે