વાંકાનેર તાલુકાના મુસ્લિમોની મસ્જિદો અને દરગાહ તીથવા ના સમસ્ત મોમીન મુસ્લિમ સમાજે instagram માં ધમકી ભર્યા વિડિયો અને દીકરીઓને અભદ્ર શબ્દ નો ઉપયોગ કરી વિડીયો વાયરલ કરનાર ઈમ્તિયાઝ ફકીર ને પોલીસે પકડી કાયદાનો પાઠ કરાવ્યો
વાંકાનેર તાલુકા ના તીથવા ગામે રહેતા ફકીર ઈમ્તિયાઝ શાહ દિલાવરશા નામનો શખ્સ છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી instagram માં સમાજને બદનામ કરી ધમકી ભર્યા વિડિયો વાયરલ કરી રહ્યો હોય જેના સામે સમગ્ર સુન્ની મુસ્લિમોની મસ્જિદો અને દરગાહ તિથવા મોમીન મુસ્લિમ સમાજ દ્વારા તારીખ 10 9 2024 ના રોજ પોલીસમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે સમાજને બદનામ કરી ધમકી ભર્યા વિડીયો વાયરલ કરી બેન દીકરીઓ ના અભદ્ર શબ્દો નો પ્રયોગ કરી રહેલા તિથવા ગામના ફકીર ઈમ્તિયાઝ દિલાવર ભાઈ અને તેમની પત્ની નજમાબેન ઈમ્તિયાઝભાઈ ને ટૂંકા ગાળામાં જ બનાવની ગંભીરતા ને જેને લઇ શાંતિ જળવાઈ રહે અને બીજી કોઈ વ્યક્તિ આવો ગુન્હો કરતા અટકે જેથી સમાજમાં વર્ગવિહોણા અને અસામાજિક વ્યક્તિ ને વાંકાનેર તાલુકા પોલીસ ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ એ ભર્ગા અને તેની ટીમે પકડી કાયદાનો પાઠ કરાવ્યો હતો સમગ્ર સમાજનો મામલો હોવાથી સમસ્ત તીથવા ગામજનોના આગેવાનો મોટી સંખ્યામાં આરોપીની ધરપકટ કર્યાની સાથે જ મોટી સંખ્યામાં પોલીસ મથકે હાજર થયા હતા instagram માં વિડીયો વાયરલ કરનારને કાયદાની કડક કડી સાથે કાયદાનું જ્ઞાન વાંકાનેર તાલુકા પોલીસ કરાવી રહી છે નોંધનીય છે કે હાલના સમયમાં સોશિયલ મીડિયા નો ઉપયોગ યુવાનોએ કઈ રીતે કરવો જોઈએ એ પણ આજના આધુનિક યુગમાં જરૂરી બન્યું છે