લુણસરિયા ગામ ખાતે તાલુકા કક્ષાના સ્વચ્છતા અંતર્ગત જય ગણેશ થયા સમગ્ર વિસ્તાર ચોખ્ખું ચણાક થયું
હાલ સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન તારીખ સપ્ટેમ્બર 17 થી 31 ઓક્ટોબર સુધી 10 મુ સ્વચ્છતા હી સેવા અભિયાન 2024 નું તાલુકા કક્ષા નો કાર્યક્રમની શરૂઆત વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામ ખાતે થી જય ગણેશ કરવામાં આવ્યા છે જેમાં તારીખ 17 9 2024 ના રોજ સવારે 9:30 કલાકે સમગ્ર લુણસરિયા ગામ મા શેરી શેરી ગલી ગલી માં સફાઈ ઝુંબેશ શરૂ
કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રી મનોજભાઈ ચાવડા સરપંચ પ્રતિનિધિ જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા ઝાલા ઉપસરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને આ કાર્યક્રમના અધ્યક્ષ તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરીસિંહ ઉર્ફે હરુભા ઝાલા સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓ આગેવાનો અને યુવાનો સાથોસાથ સ્વચ્છ ભારત મિશન યોજના વાંકાનેર તાલુકા કક્ષાના કર્મચારીઓ મેટર બ્લોક કો ઓડીનેટર એન્જિનિયર ક્લસ્ટર કો-ઓર્ડીનેટર સહિતના હાજર રહી સમગ્ર લુણસરિયા ગામને ચોખ્ખું ચણાક કરતા જોવા મળ્યા હતા જે તસવીર દ્રશ્યમાન થાય છે