વાંકાનેર ખાતે તારીખ 19 9 2024 ને ગુરુવારના રોજ સવારે 10:00 કલાકે શરૂ થયેલા કેમ્પમાં 196 દર્દીઓએ ભાગ લીધો હતો અંગેની જાણવા મળતી વિગત માં GCRI અમદાવાદ અને સૈારાષ્ટ્ર કેર રાજકોટ ના સહયોગથી જનરલ સરકારી હોસ્પીટલ વાંકાનેર ખાતે કેન્સર સ્ક્રીનિગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.આ કેમ્પમાં કુલ 196 લાભાર્થીઓએ લાભ લીઘેલ જેમાંથી સ્ત્રીઓને લગતા સ્તન. ગર્ભાશય કેન્સરના નિષ્ણાંત દ્રારા. 78 .અને મોઢાના કેન્સર રોગના
નિષ્ણાંત ડોકટરો દ્રારા 118. દર્દીઓને તપાસવામાં આવેલ. જેઓમાંથી સ્તન. ગર્ભાશય કેન્સરના સંકાસ્પદ 25 દર્દીઓને અને મોઢાના કેન્સરના 7 દર્દીઓ મળી કુલ ૩૨ દર્દીઓને વઘુ સારવાર માટે રીફર કરવામાં આવેલ છે.કેન્સર સ્ક્રીનિગ નિદાન કેમ્પમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. ડી.બી. મહેતા સાહેબ હાજર રહેલ આ કેમ્પને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફીસર ડો. આરીફ શેરસીયા સરકારી હોસ્પીટલના અધિક્ષકશ્રી, ડોકટરશ્રીઓ તેમજ તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેર નો અને સરકારી હોસ્પીટલના સ્ટાફે જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો જે તસવીરમાં દ્રશ્યો છે