
ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં ટ્રાફિક સંબંધિત સમસ્યાઓ નિવારણ માટે નવી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે મોરબી જિલ્લા પોલીસ વડાની સુચના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શનથી વાંકાનેર સિટી પોલીસ ના પોલીસ ઈન્સ્પેક્ટર એચ વી ધેલા ની સુચન માર્ગદર્શન સાથે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન મા પ્રજાહિત ફરજ ની સાથે પરિસ્થિતિને ધ્યાન રાખી આજના આધુનિક યુગમાં ટ્રાફિક સેન્સ સાથે ટ્રાફિક હેલ્પલાઇન અને વેબ પોર્ટલ અંતર્ગત વાંકાનેર ની દોશી હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાંકાનેર સીટી પોલીસ મથકના પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડી.વી. કાનાણી અને સાથે પોલીસ સ્ટાફ સાથે સરકાર દ્વારા ટ્રાફિક અંતર્ગત ટ્રાફિક અકસ્માત ટ્રાફિક જામ સહિત વગેરે હેલ્પ લાઈન નંબર શરૂ કર્યા હોય લોકોની હાલાકી કાનૂની માર્ગદર્શન અંતર્ગત વાંકાનેર દોશી હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થી ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે આજના આધુનિક યુગમાં ડિજિટલ ગુજરાત માં ટ્રાફિક સેન્સ અને ટ્રાફિક ને લાગતા વિવિધ પ્રશ્નો વેબ પોર્ટલ અંગે વિદ્યાર્થીઓ ને માહિતગાર કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે તસવીરમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા વાંકાનેર સીટી પોલીસ ના પોલીસ સબ ઇન ઇન્સ્પેક્ટર ડી.વી. કાનાણી સહિત પોલીસ સ્ટાફ તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે
