
વાંકાનેર સીટી ન્યુઝ વાંકાનેર: હાલ હિંદુ મુસ્લિમ સમાજના તહેવારો અંતર્ગત જિલ્લા પોલીસ વડા ની સૂચના અને નાયબ પોલીસ અધ્યક્ષક ના માર્ગદર્શન થી પરિસ્થિતિને ધ્યાને રાખી કોમી એકતાના પ્રતીક હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો નિમિત્તે કોમી એકતા ભાઈ ચારા સાથે દર વર્ષની જેમ રાબેતા મુજબ તહેવારોનો આનંદ ઉત્સવ યોજાઈ અને બને કોમ વચ્ચે ની એકતા કાયમી જળવાઈ તેવા ઉદ્દેશ સાથે બંને સમાજના અગ્રણીઓ આગેવાનોએ ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના જુલુસ અંગે ટાઈમ ટેબલમાં ફેરફારો નક્કી કર્યા છે જેમાં તારીખ 16 9 2024 ને સોમવારના રોજ ગણેશ વિસર્જન અને ઇદે મિલાદ અંગે તારીખ 12 9 – 2024 ના રોજ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી ધેલા ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં હિન્દુ સમાજના અગ્રણી ડોક્ટર ભરતસિંહ ઝાલા તેમજ ધનવીર સિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો સાથે મુસ્લિમ સમાજ ના અગ્રણી આગેવાન પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવીદ પીરઝાદા તેમજ માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અને મુસ્લિમ અગ્રણી શકીલ પીરજાદા સહિત વિવિધ મુસ્લિમ સમાજના વિવિધ વિસ્તારોના અગ્રણીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં બને સમાજના આગેવાનોએ કોમી એકતાના પ્રતિક તહેવારો નિમિત્તે ગણેશપંડાલ વિસર્જન અને ઇદે મિલાદ જુલુસ ના ટાઈમ ટેબલ નક્કી કરી હિંદુ મુસ્લિમ સમાજે એકતા નો સંદેશ આપ્યો છે
