ફૂટ પેટ્રોલિંગ કરતી પોલીસ
મોરબી જિલ્લા પોલીસ વડાની સુચના સાથે નાયબ પોલીસ અધ્યક્ષક ના માર્ગદર્શનથી એચ વી ધેલા ની આગેવાની હેઠળ હિંદુ મુસ્લિમ સમાજના તહેવાર ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદ અંતર્ગત અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસતંત્ર સતત એલર્ટ રહ્યું હોય તેના ભાગરૂપે વાંકાનેર સીટી પોલીસ ના પી. એસ.આઇ. ડી વી કાનાણી સહિત સમગ્ર પોલીસ પોલીસ કાફલા સાથે સીટી પોલીસની હદમાં આવેલા વિસ્તાર મિલ પ્લોટ વીસીપરા ધમાલ પર મિલ સોસાયટી રેલવે સ્ટેશન રોડ વગેરે વિસ્તારોમાં સીટી પોલીસ વાંકાનેર દ્વારા ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે ગણેશ ચોથ થી અને સમાજના 12 મી શરીફ ના પ્રથમ ચાંદ થી પોલીસ તંત્રએ તકેદારીના ભાગરૂપે હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક અને કડક પેટ્રોલિંગ સાથે ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે હવે ગણતરીના દિવસોમાં જ ગણેશ વિસર્જન અને જસને ઈદે મિલાદ ના તહેવારો અંતર્ગત ફરજ ના ભાગે પોલીસ તંત્ર એલર્ટ રહી છે જે અગાઉ ગ્રીન ચોક મેન બજાર કુંભાર પરા દિવાનપરા વાંઢા લીમડા ચોક મેન બજાર માં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું જે ફરી આજ રોજ તારીખ 11 9 2024 ના રોજ મિલ પ્લોટ વિસ્તારમાં વિવિધ શેરી ગલી મુખ્ય મેઇન રોડ પર વાંકાનેર સીટી પોલીસ તંત્ર બાજ નજર સાથે ફૂટ પેટ્રોલિંગ કરતી તસવીરમાં દ્રશ્યમાન થાય છે