મોરબી જિલ્લાના જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી ની અધ્યક્ષ સ્થાને લોક દરબાર અને વાર્ષિક પોલીસ ઇન્સ્પેક્શન નો કાર્યક્રમ વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં યોજાયો હતો જેમાં વિવિધ સમાજના અગ્રણીઓ આગેવાનો રાજકીય આગેવાનો એ જિલ્લા પોલીસ અધ્યક્ષક રાહુલ ત્રિપાઠી નુ સ્વાગત સન્માન ફૂલોની મહેક સાથે કરવામાં આવ્યું હતું! ત્યારબાદ લોકોને પ્રશ્નો અંગે જિલ્લા પોલીસ
વડાએ કહ્યું બોલો આપના પ્રશ્નો પોલીસને લાગતા હોય તે રજૂ કરો ફરજ ના ભાગે પ્રજા રક્ષક તરીકેની કામગીરી મા પ્રજાને હાલાકી ન રહે તેવા પ્રયાસો રહેશે આ સમય દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસની હદમાં આવેલા લોકોએ નાના મોટા પ્રશ્નો રજૂ કર્યા અને ટ્રાફિક અંગે વન વે વિશે અમુક માર્ગ નું સૂચન પત્રકાર શરાફુદ્દીન માથકિયા દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ જે પોલીસ નો આવતું હોય તે પણ રજૂઆત થઈ હતી જેમાં વાંકાનેર ના પતાડીયા હોકળાથી રાજકોટ તરફનો માર્ગ
જજરીત ખાડાધારી વર્ષોથી ગયો હોય એવી પણ રજૂઆત ઉઠી હતી તેને નોંધ કરી કલેક્ટર સમક્ષ જિલ્લા પોલીસ વડા તે અંગે જાણ કરશે એવી ખાતરી આપવામાં આવી હતી ત્યારબાદ જિલ્લા પોલીસ વડાએ આજના ડિજિટલ યુગમાં સાઇબર ક્રાઇમ વિશે લોકોને માર્ગદર્શન આપ્યું હતું જેમાં ખાસ સેલ્ફી પ્રવાસમાં ગયેલા લોકો કરતા હોય તેના કારણે અકસ્માત અને ચોરીની ઘટના જેવા બનાવો બનતા હોય છે તે દિશામાં પણ લોકોએ જાગૃત અને ચિંતક સાવધાન રહેવું જરૂરી બન્યું છે
એન્ડ્રોઇડ મોબાઈલ નો દુરુપયોગ કરવાની જગ્યાએ સદ ઉપયોગ કરો અને કોઈ સાયબર ક્રાઇમ ફ્રોડ ચીટીંગ ના ગુનામાં સડોવાઈ નહીં તે અંગે જાગૃત રહો સજાગ રહો અને સરકારના પોલીસના હેલ્પ લાઈન નંબર સાથે પોલીસ સ્ટેશન જાણકારી આપતા રહો ત્યારબાદ પોલીસ કર્મચારીઓ અંતર્ગત વાર્ષિક ઇન્ક્શન યોજાયેલ જેમાં વિવિધ નવા કાયદા ની ગ્રાઇડ લાઈન સાથે પોલીસને પડતી સમસ્યા અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વાંકાનેર સીટી પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર એચ વી ધેલા પીએસઆઇ જમાદાર સહિત વગેરે પોલીસ સ્ટાફ અને વિવિધ સમાજના અગ્રણીઓ આગેવાનો રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે સમગ્ર કાર્યક્રમની તસવીર દ્રશ્યમાન થાય છે