વાંકાનેર ખાતે અહીં આવેલા મિલ પ્લોટ વિસ્તારમાં મચ્છી પીઠ માં મત્સ્યઉદ્યોગ કમિશ્નર ,ગાંધીનગર અને જિલ્લા મત્સ્યઉદ્યોગ મોરબી તરફ થી તારીખ 14 9 2024 ના રોજ મોરબી જિલ્લાના વાંકાનેરમાં મચ્છી પીઠ ખાતે માછીમાર ભાઈઓ માટે સરકારી યોજના ઓ ની માહિતી આપતો શેરી નાટક નો જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં જવનિકા આર્ટ ફાઉન્ડેશન, ગાંધીનગર ના ટિમ ના કલાકારો ઘ્વારા આ નાટક કરવામાં આવ્યું આવેલ તમામ કલાકારો ગુજરાતી મીડિયા ના જાણીતા કલાકારો હતા જેમાં રાજવી વાલા,મલ્હાર દવે,સંજય પંડયા, કલ્પેશ ભટ્ટ, નરેશ પટેલ અને નિલેશ મિસ્ત્રી એ ખૂબ સુંદર અભિનય દ્વારા નાટક જોવા આવે સહુ ગ્રામજનો ને હસતા હસાવતા મનોરંજન સાથે મત્સ્ય ઉદ્યોગ ની ઘણીબધી યોજનાઓ ની માહિતી આપી જે ખુબજ પ્રશંસા પાત્ર હતી,જેમાં ખુબજ સરળતાથી સહુ માછીમાર ભાઈઓ ને યાદ રહે તેમ યોજનાઓ ની માહિતી આપી હતી જિલ્લા1 મત્સ્ય ઉદ્યોગ,મોરબી ના ડિરેક્ટર શ્રી કે.વી.રામાણી સાહેબે હાજરી આપી કાર્યક્રમ ને અને કલાકારોને બિરદાવ્યા હતો,વિશેષ આભાર સ્થાનિક માછીમાર મોવર હુસેન ભાઈ આયુબ ભાઈનો માન્યો હતો કે જેમને આ કાર્યક્રમ દ્વારા માછીમાર ભાઈઓ ને યોજનાઓ નો લાભ મળે અને માછીમારીના ધધામાં ખૂબ આગળ આવે તે માટે જહેમત ઉઠાવી હતી, વિશેષ મા અયુબ ભાઈએ સહુનો અને જિલ્લા અધિકારીશ્રી તેમજ ગુજરાત સરકારના મત્સ્ય ઉદ્યોગ વિભાગ નો આભાર માની સરકારને વિનંતી કરી કે આવા જન જાગૃતિના કાર્યક્રમ વારંવાર યોજાય તો માછીમારોમા ખુબ જ જાગૃતિ આવે અને અભણ અજ્ઞાન મચ્છી ના ધંધો નો વિકાસ થઈ શકે હાલ મોરબી જિલ્લાના અન્ય તાલુકાઓમાં આવા જાગૃતિ કાર્યક્રમો મચ્છીના ધંધાથી વેપારી માટે શરૂ કરવામાં આવ્યા છે જેમાં જાણવા મળેલ વિગત અનુસાર વાંકાનેર નવલખી માળીયા મીયાણા અંજીયાસર કાજરડા સહિતના વિસ્તારોમાં જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે
રવિવાર, ઓક્ટોબર 6
Latest News
- વાંકાનેરમાં લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકનું આયોજન કરાયું
- નવરાત્રીમાં કડક બંદોબસ્ત સાથે વાંકાનેર સીટી પોલીસે અન ડિટેક્ટ ચોરી નો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ નાખ્યો
- ટંકારા ઓવરબ્રિજના નર્કાગાર બનેલા ગરકનાળાની ગંદકી દુર કરી ઢોર ઢાંખર ખદેડવાના બદલે નાળુ જ બંધ કરી દેવાની હાઈવે તંત્રની મેલી રમત:આપ
- મોરબી જિલ્લાને મળી ત્રણ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ; આરોગ્ય સુવિધામાં વધારો!!!
- માહિતી અધિકાર અધિનિયમ નો ઉપયોગ કરતા લોકો પર જોખમ મોરબી જિલ્લામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
- ખેલૈયાઓ માટે ખુશ ખબર નવરાત્રીમાં મન મૂકીને ગરબે ઘૂમો વરસાદનું ટેન્શન હવામાન ખાતાની આગાહીએ દૂર!!!
- વાંકાનેર સીટી પોલીસે નવરાત્રી મહોત્સવ અને વિજયાદશી અંતર્ગત શાંતી સમિતિની બેઠક કરી
- વાંકાનેર રેલવે સ્ટેશન નજીક દુર્ગંધીયુક્ત મરેલા ભૂંડ ની ફરિયાદ મીલ કોલોની વિસ્તારના લોકોએ ફોન કરી કરીને થાક્યા પાલિકા કચેરીમાં ડિજિટલ યુગમાં ફોન રીસીવર થયો નહીં!!!
- અજાણી લાશની ઓળખ મેળવવા વાંકાનેર તાલુકા પોલીસની તજવીજ શરૂ!!!
- વાંકાનેર નું લુણસરિયા ગામ સ્વચ્છતા મા ત્રીજી વખત કરી એન્ટ્રી!!!