
વાંકાનેર પોલીસ પર દુંદાળા દેવ ની કૃપા થી પ્રજા રક્ષક પોલીસ ફરજ ની સાથે સાથે ભગવાનની ભક્તિ ભાવે આરતી માં જોડાવાનું અવસર જોગાનું જોગ કડક પેટ્રોલિંગ બંદોબસ્ત દરમિયાન બાપા ની કૃપાથી ગણેશ મહોત્સવ અંતર્ગત આરતી કાર્યક્રમમાં વાંકાનેર સીટી પોલીસમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇ ડી વી કાનાણીએ મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચના અને નાયબ પોલીસ અધ્યક્ષક ના માર્ગદર્શનથી વાંકાનેર સીટી પીઆઇ એચ વી ધેલા ના આદેશ અનુસાર સતત ફરજ ના ભાગે વાંકાનેર સીટી પોલીસની હદમાં વિવિધ વિસ્તારોમાં ગણેશ મહોત્સવ અંતર્ગત શેરીએ શેરીએ ગલીએ ગલીએ પેટ્રોલિંગ સાથે વિવિધ ગણેશ પંડાલ માં પેટ્રોલિંગ બંદોબસ્ત દરમિયાન ગણપતિ બાપા ની કૃપાથી આયોજકો દ્વારા ફુલહાર કરી સાલ ઓઢાડીને આદરપૂર્વક સન્માન કરી વાંકાનેર સીટી પોલીસ મથકમાં ઉત્કૃષ્ટ કામગીરી અંતર્ગત બિરદાવી હતી જેમાં ગોપાલ ના ગ્રુપ કા રાજા તેમજ માર્કેટ ચોકકા રાજા જે વાંકાનેર કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સમાણીની અધ્યક્ષતામાં વિવિધ વિસ્તારોના ગણેશ ચોથ નિમિત્તે વિશાળ સંખ્યામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારથી જુદા જુદા પંડાલો સાથે ગણેશ મહોત્સવ માં બાપાના ભક્તો ભક્તિ ભાવે રંગાયા હતા જ્યાં ગણેશ ચોથ થી સતત શ્રી ગણપતિ બાપા મોરિયા ના ભક્તિ ભાવે ભક્તો રંગાયા હતા એવા સમયે પ્રજાના રક્ષક પોલીસ તંત્રને કડક બંદોબસ્ત અંતર્ગત શુભેચ્છા સન્માન સાથે સરકારી કામગીરી બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા જે આયોજકો અને ધારાસભ્ય જીતુભાઈ સોમાણી માર્કેટ ચોક કા રાજા ગણેશ મહોત્સવ અંતર્ગત મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.વી. કાનાણી આરતી પૂજા પાઠ અને સન્માન કરતા વિવિધ તસવીરોમાં દ્રશ્યમાન થાય છે



