“‘પૂજા પાઠ પ્રાર્થના આરતી સાથે પ્રસાદ ની લહણી કરી રંગાયા ભક્તિ ભાવુક થયા!!!”
સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં હિન્દુ મુસ્લિમ સમાજના વાર તહેવારે શાંતિ સમિતિ ની મીટીંગ કરી સર્વે સમાજમાં એકતા ભાઈ ચારા સાથે આનંદ ઉત્સવ થી ઈદ હોય કે દિવાળી કે પછી ગણેશ મહોત્સવ હોય કે ઈદે મિલાદ ફરજ ના ભાગે પોલીસ તંત્ર કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની સાથે સાથે કોઈ અનછનીય બનાવ ન બને તેવા ઉચ્ચ ઉદ્દેશ સાથે પોલીસ તંત્ર પ્રજાના રક્ષક તરીકેની ભૂમિકા મા આગવું સ્થાન ધરાવે છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી હાલ મુસ્લિમ સમાજના 12 મી શરીફના પ્રથમ મુસ્લિમ ચાંદ થી ઇદે મિલાદ અને
હિન્દુ સમાજના ગણેશ મહોત્સવ અંતર્ગત ગણેશ ચોથ થી સમગ્ર વાંકાનેર પંથકમાં જિલ્લા પોલીસ વડાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શનથી સતત પોલીસ તંત્ર વાંકાનેર પંથક બાજ નજર સાથે શાંતિ સમિતિની બેઠક ફૂટ પેટ્રોલિંગ સાથે સતત કડક બંદોબસ્ત થી એલર્ટ રહી છે જે ગણેશ ચોથ થી વિસર્જન સુધી સતત પાયલોટિંગ સાથે બાજ નજર રાખી રહી છે અને ઇદે મિલાદ અંતર્ગત પાયલોટિંગ સાથે બંદોબસ્ત કડક રાખી કાયદો વ્યવસ્થા ને જાળવી રાખવાના
પ્રયાસો ફરજ ના ભાગે કરી રહ્યા છે ત્યારે વાંકાનેર પોલીસ લાઈન ખાતે ગણેશ ચોથ નિમિત્તે શ્રી ગણેશ કરી સતત સાત દિવસ સુધી દુંદાળા દેવ ગણપતિ બાપા ના ગણપતિ મહોત્સવ અંતર્ગત પૂજા પાઠ પ્રાર્થના આરતી પ્રસાદ ની લાહણી કરી ભક્તિના રંગે રંગાયા હતા જેમાં વાંકાનેર નાયબ પોલીસ અધ્યક્ષક વાંકાનેર સીટી પોલીસ મથકના પીઆઇ પીએસઆઇ તેમજ તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ સહિત સમગ્ર વાંકાનેર સ્ટાફ અને પોલીસ લાઈન સહિત પોલીસ પરિવાર એ દર વર્ષની જેમ દુંદાળા દેવ ગણપતિ બાપા ના આશિષ મેળવવા ભક્તિભાવે રંગાયા હતા જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે