
વાંકાનેર સીટી ન્યુઝ વાકાનેર: સમગ્ર રાજ્ય સહિત સૌરાષ્ટ્ર ભરમાં ગણેશ ચતુર્થીના દિવસે ભક્તો દ્વારા વિધ્ન હતા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે જે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત સહિત વાંકાનેરમાં ગણેશ ચતુર્થી ના દિવસે ઢોલ નગારા ડીજે ના તાલે શોભાયાત્રા કાઢવામાં આવી હતી દુંદાળા દેવનું સ્થાપન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મા ઠેર ઠેર ગણેશ ગણેશમય બન્યું છે ગણપતિ મહોત્સવ માં લીન ભક્તો થયા છે પંડાલોમાં દરરોજ પૂજન અર્ચન આરતી મહાપ્રસાદ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે
