“ઠેર ઠેર છબીલ શરબત ખજૂર કેક ચોકલેટ વગેરે ના નિયાઝ વિતરણ કરાયા”
વાંકાનેર શહેરના મુસ્લિમ વિસ્તારમાં રોનકે રસુલ બારમી શરીફ ના પ્રથમ ચાંદ થી ઈદે એ મિલાદ એટલે મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી અંતર્ગત વિવિધ ધાર્મિક મુસ્લિમ સમાજ દ્વારા કાર્યક્રમ ઠેર ઠેર યોજાયા હતા જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અંગ્રેજી તારીખ 16 9 2024 ને 12 ની ગફાર મુસ્લિમ બારમી શરીફ પ્રથમ ચંદ થી રોશની થી દરગાહ મસ્જિદ સહિત ધરે ધરે રોશની શણગાર સજાવટ કરી ઝગમગાટ આનંદ ઉત્સાહ સાથે હજરત મોહમ્મદ પેગંબર સાહેબ ના જન્મ મહોત્સવ અંતર્ગત બારમી શરીફ ના મહિમાના ચાંદ રાતથી આશિક કે રસુલ દ્વારા મિલાદ વાયજ જીક્ર
શરીફ દરરોજ કલમા કુરાનની તિલાવત સાથે દરૂદે શરીફ ની નમાજ તિલાવત અને ન્યાઝ વાએઝ શરીફ ના કાર્યક્રમમાં યોજવામાં આવ્યા હતા જે બારમી શરીફ ના મહિમા ના બારમાં ચાંદે જસને ઈદે મીલાદ મહોત્સવ ની ઉત્સાહભેર ઉજવણી અંતર્ગત વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો પરથી ઈદે એ મિલાદ ના જુલુસ લક્ષ્મીપરા ખાટકી પરા પરતાપ રોડ થી ગ્રીન ચોક સહિત મુખ્ય બજારમાં થઈ રાબેતા મુજબ જુલુસ મુસ્લિમ સમાજના અગ્રણી આગેવાનોની અધ્યક્ષતામાં પસાર થયું હતું સર્વે હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા આનંદ ઉત્સવ સાથે દર વર્ષની જેમ રાબેતા મુજબ ઉજવવામાં આવ્યું હતું જે સમગ્ર કાર્યક્રમ મા કડક પોલીસ બંદોબસ્ત સાથે તસવીર દ્રશ્યમાન થાય છે