“‘ત્રણ મહિનાના ક્રોસના રૂપિયા 250 લેખે 48 બેનો ભોગ બની તેમાં અમુક બહેનોએ બંને ક્રોસ સાથે રાખ્યા હોવાથી રૂપિયા 500 નો ચૂનો ચીટર ટોળકી હે ચોટાડ્યો!!!”‘
વાંકાનેર ના રાજા વડલાના માર્ગે આવેલા ગુલાબ નગર વિસ્તારમાં રહેતા બહેનોને ટોળકી દોઢ માસ ટ્રેનિંગ આપી હતી ત્યારબાદ એકા એક ક્રોસ ગ્રાવનાર ના આવતા અરજદાર બહેનોએ મોબાઈલ ફોન કરે તો બીમાર પતિનું નામ આપ્યું હતું જેથી મહિલાઓ રાહ જોતી હતી ત્યારબાદ ફરી થોડાક સમય પછી મોબાઈલ ફોનથી વાત કરેલ તો તેમનો પતિ મૃત્યુ પામ્યો હતો આ પ્રકારે ચીટર ટોળકી એ મહેંદી અને સીવણ ક્લાસના નામે છેતરપિંડી કર્યાનું 48 રૂપિયા ૨૫૦ અને રૂપિયા 500 ના સભ્ય બનાવી આતા તેમાં સીવણ કામ માટે સરકાર દ્વારા સંચો અપાવવાની અને મેંદી ક્લાસ માટે સરકાર દ્વારા કીટ ફ્રીમાં આપવાની સંસ્થાના નામે કાબૂતરું કર્યું હતું જે કાવતરામાં ગુલાબ નગરની 48 બહેનો ભોગ બનેલ હોય જે અંગેની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે તારીખ 27 9 2024 ના રોજ આપેલ અરજીમાં ભોગ બનનાર અરજદારે ત્રણ મહિના પહેલા છેતરપિંડી કર્યાનું જણાવ્યું છે એ તમામ બહેનો ને પૈસા ઉઘરાવ્યા ની કાચી કે પાકી કોઈ પહોંચ આપવામાં આવી નથી અને એ મહિલા જે સંસ્થાનું નામ દે છે એ સંસ્થા વિશે તે ભોગ બનનાર બહેનો સંપૂર્ણ માહિતગાર નથી સરકાર દ્વારા મળતી સહાયમાં સંચા અને મેંદી ક્લાસ ની કીટ માટે જોડાયેલી 48 બહેનો ભોગ બની છે તેવી અરજી વાંકાનેર સીટી પોલીસમાં આપવામાં આવી છે નોંધનીય છે કે ડિજિટલ યુગમાં ફ્રોડ ચીટીંગ અંગે સરકાર દ્વારા માહિતગાર કરી લોકોને જાગૃત કરવામાં આવે છે છતાં ચીટર ટોળકી પોતાની કળા અને પર્સનાલિટી સાથે મિત્ર સ્વભાવ વડે પાંચ પંદર દી સારા દેખાવ કરી ચીટીંગ કરી એકા એક દર્શન દુર્લભ થઈ જતા હોય એવા અનેક બનાવો બની ચૂક્યા છે પરંતુ મહિલાઓને રૂપિયા કરતા એ વધુ તેની સાથે ફ્રોડ અને મહત્વના ડોક્યુમેન્ટ લઈ લેતા ભય રહ્યો છે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ નો દુરુપયોગ કરી આ ફ્રોડ ટોળકી ભોગ બનનાર મહિલાઓના નામે સરકાર સાથે કે અન્ય કોઈ સાથે છેતરપિંડી કરે તેઓ ડર સાથે અન્ય કોઈ વ્યક્તિ આવી ચીટર ટોળકીયો નિર્દોષને છેતરે નહીં તે માટે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી કરવી છે જે અરજી અને ભોગ બનનાર મહિલાઓ તસવીરમાં દ્રશ્યમાન થાય છે