વાંકાનેર સિટી ન્યૂઝ વાંકાનેર : સમગ્ર રાજ્યમાં અતિ ભારે વરસાદે રોડ રસ્તા અને ચેક ડેમ સાથે લોકોના ઘરોમાં પાણીનો પ્રવાહ ઘૂસી જતા ને હાલાકી નો ભોગ બનવું પડ્યું હતું ત્યારે વાંકાનેર પંથકમાં પણ અતિ ભારે વરસાદે નદી નાલા હોકળા સાથો સાથ ખેતીવાડી રોડ રસ્તા ને નુકસાન થયું છે ત્યારે વાંકાનેર તાલુકા પંચાયત ભાજપ શાસનકાળ મા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ લક્ષી કાર્યને સ્થાન આપવામાં આવી રહ્યું છે જેથી વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ કૈલાસબા હરીસિંહ ઝાલાએ ગઈ તારીખ 9 9 2024 ના રોજ વાંકાનેર તાલુકામાં આવેલા વિસ્તારોથી અન્ય શહેર જિલ્લા વિસ્તારમાં પ્રવેશતા રોડ રસ્તા અને બ્રિજ અંગે લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે વાંકાનેર થી મીતાણા તરફનો તીથવા બોર્ડ પાસે આવેલા અસોઈ નંદી બનાવેલા કોઝવેલી જગ્યાએ મેજર બ્રિજ બનાવવા તેમજ વાંકાનેર ના વાલાસણ થી મીતાણા તરફ જવાના માર્ગ પર ડામર રોડની સિંગલ પટ્ટી ને ડબલ પટ્ટી માર્ગ કરવા માંગણી કરી છે જેથી વાંકાનેર થી મીતાણા રાજકોટ જામનગર તરફ સતત નાના મોટા વાહનોની
અવરજવર હોય તેથી તે સિંગલ પટ્ટી રોડને ડબલ પટ્ટી કરવા ની સાથે અન્ય વાંકાનેર થી મીચાણા રોડ ઉપર પીપળીયા રાજ પાસે સરવાણીયા હોકળા પર ના કોઝવે ની જગ્યાએ મેજર બ્રિજ બનાવવા અંગે વાંકાનેર તાલુકા પંચાયત ના પ્રમુખ કૈલાશબા હરિસિંહ ઝાલાએ તારીખ 9 9 2024 ના રોજ લેખિતમાં લાગતા વળગતા તંત્ર સમક્ષ રજૂઆત કરી છે જેથી વિકાસલક્ષી કાર્યને સમયસર કરવાથી લોકમાનગણી સાથે લોકપ્રશ્ન હળવો થઈ શકે અને ભારતીય જનતા પાર્ટી ભાજપના શાસનકાળમાં પ્રજાલક્ષી કાર્યને ઝડપી વિકાસની સ્થાન આપવા ભાજપના ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ નો પ્રજાહિત પ્રશ્ર્નો હલ કરવા ના પ્રયાસો સતત ચાલુ રહ્યા છે જે રજૂઆત કરેલ પત્ર પ્રજા લક્ષ્મી વિકાસ કાર્ય ની કરેલ રજૂઆત તસવીરમાં દ્રશ્યમાન થાય છે