
વાંકાનેર સીટી ન્યુઝ વાંકાનેર: તારીખ 15 9 2024 ના રોજ બપોરના આશરે બે વાગ્યાના સુમારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટેલીફોન ની ઘંટી વાગી ટ્રીન….ટ્રીન….. ટ્રીન…. હૈલ્લોવ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન!? હા…! સર હું વાંકાનેર તાલુકાના સરધારકા ગામેથી સરપંચ બોલું છું! બોલો સરપંચ એવો વળતો જવાબ મળતા જ ફોન કરનાર સરપંચે સાહેબ અમારા ગામની સીમમાં આવેલા ચેકડેમ નજીકના ઓટ ના પાણી ભરેલા ખાડામાં કોઈ અજાણ્યા પુરુષની લાશ જેવું તરતું હોય તેવી જાણકારી આપી હતી એ જાણકારી ના આધારે તાલુકા વાંકાનેર પોલીસ નો તત્કાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તે પાણીમાં તરતી લાશ ને પાણી બહાર કાઢી તપાસ કરતા તે પુરુષની લાશ ને બહાર કાઢી હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે જે અંગેની પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત એવી છે કે મનાર જનાર પુરુષની ઉંમર આશરે 35 થી 40 છે જે અજાણ્યા યુવાનની અંગે પોલીસને જાણ થતા પોલીસ ઘટનાએ પહોંચી લાશો ની સ્થિતિ જોઈને ઝીણવટ ભરી તપાસ શરૂ કરી દીધી છે મૃત્યુ પામનાર યુવાન સ્થાનિક સધારકા ગામનું ન હોવાનું જાણવા મળતા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો તેમજ મૃત્યુ પામનાર પરિવારજનો ની શોધ કોર સાથે મૃત્યુ પામનાર અકસ્માતે મૃત્યુ પામ્યો હશે!? કે આત્મહત્યા!? કે પછી હત્યા!!!? એ દિશામાં ઝીણવત ભરી તપાસ સાથે વાંકાનેર પોલીસ ટીમ સહિત નો પોલીસ કાફલો ઘટનાની ગંભીરતા ને ધ્યાન રાખી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે