તારીખ ૧૭/૦૯/૨૦૨૪ મંગળવારના દિવસે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર અને RBSK TEAM & સબ સેન્ટર રૂપાવટી દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર તાલુકાના શ્રી રૂપાવટી પ્રાથમિક શાળા માં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ હતું.શાળામાં કુલ ૨૬૩ વિદ્યાર્થીઓ માં થી ધોરણ ૫ થી ૮ ના મળીને કુલ ૩૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ આ કાર્યક્રમ માં ડો.ડિમ્પલબા જાડેજાએ વિદ્યાર્થીઓને તમાકુ ના વિવિધ પ્રકારના વ્યસન કરવાથી શરીર પર થતી શારીરિક આડ અસરો તથા રોગો વિશે માર્ગદર્શન આપેલ.જેમાં પ્રથમ ,દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, કંપાસ,બોટલ,પેન,પેન્સિલ જેવા પ્રોત્સાહન તરીકે ઇનામો આપવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમ ને RBSK ટીમ ડો.નિલેશ ધનાણી, ડો.ડિમ્પલબા જાડેજા, સોનલબેન ઝાલા ,MPHW અશ્વિનભાઈ પડાયા- ,CHO પ્રતિભાબેન પટેલ અને શાળાના પ્રિન્સિપાલ હરેશભાઈ પ્રબતાની અને શાળાના શિક્ષકો દ્વારા સફળ બનાવેલ..કાર્યક્રમ ના અંતે શાળાના બધા જ બાળકોને નાસ્તો કરાવવામાં આવેલ હતો.
શનિવાર, ઓક્ટોબર 5
Latest News
- વાંકાનેરમાં લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકનું આયોજન કરાયું
- નવરાત્રીમાં કડક બંદોબસ્ત સાથે વાંકાનેર સીટી પોલીસે અન ડિટેક્ટ ચોરી નો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ નાખ્યો
- ટંકારા ઓવરબ્રિજના નર્કાગાર બનેલા ગરકનાળાની ગંદકી દુર કરી ઢોર ઢાંખર ખદેડવાના બદલે નાળુ જ બંધ કરી દેવાની હાઈવે તંત્રની મેલી રમત:આપ
- મોરબી જિલ્લાને મળી ત્રણ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ; આરોગ્ય સુવિધામાં વધારો!!!
- માહિતી અધિકાર અધિનિયમ નો ઉપયોગ કરતા લોકો પર જોખમ મોરબી જિલ્લામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
- ખેલૈયાઓ માટે ખુશ ખબર નવરાત્રીમાં મન મૂકીને ગરબે ઘૂમો વરસાદનું ટેન્શન હવામાન ખાતાની આગાહીએ દૂર!!!
- વાંકાનેર સીટી પોલીસે નવરાત્રી મહોત્સવ અને વિજયાદશી અંતર્ગત શાંતી સમિતિની બેઠક કરી
- વાંકાનેર રેલવે સ્ટેશન નજીક દુર્ગંધીયુક્ત મરેલા ભૂંડ ની ફરિયાદ મીલ કોલોની વિસ્તારના લોકોએ ફોન કરી કરીને થાક્યા પાલિકા કચેરીમાં ડિજિટલ યુગમાં ફોન રીસીવર થયો નહીં!!!
- અજાણી લાશની ઓળખ મેળવવા વાંકાનેર તાલુકા પોલીસની તજવીજ શરૂ!!!
- વાંકાનેર નું લુણસરિયા ગામ સ્વચ્છતા મા ત્રીજી વખત કરી એન્ટ્રી!!!