
વાંકાનેર સિટી ન્યુઝ વાંકાનેર: તાજેતરમાં ગત ઓગસ્ટ 2024માં સમગ્ર ગુજરાત સહિત વાકાનેર પંથકમાં અતિ ભારે વરસાદ એ નદી નાલા હોકડા માર્ગોને પણ ધોવાણ કરી નાખ્યું હોય ત્યારે સ્વાભાવિક છે કે ગ્રામ્ય વિસ્તારમાં પણ ખેડૂતોને કીમતી બિયારણ સાથે ચોમાસુ પાક મા નુકસાન થયું હોય જેના અનુસંધાને ખેડૂત ચિંતક કૃષિ સહાય અંગે તાલુકા પંચાયતના જિજ્ઞાસાબેન મેરે લેખિતમાં રજૂઆત કરી છે જે અંગેની જાણ મળતી વિગત એવી છે કે વાંકાનેર તાલુકામાં ઓગસ્ટ 2024 મા વરસેલા ભારે વરસાદથી તાલુકા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પાકો અને વાવેતરમાં ભારે વરસાદના કારણે નુકસાન થયું હોય જેથી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રીમતી જિજ્ઞાસાબેન મેર ભગવાનજીભાઈ મેર અને દામજીભાઈ ધોરીયા દ્વારા ગાંધીનગર ખાતે કૃષિ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવરીયા ને રૂબરૂ મળી લેખિતમાં રજૂઆત કરી ખેડૂત ચિંતક પ્રશ્ન હલ કરવા માટે નુકસાન ની ભરપાઈ સાથે યોગ્ય વળતરની માંગણી કરી છે જે તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે

