
વાંકાનેર તાલુકા પોલીસની હદમાં આવેલા કોઠી ગામ ખાતે ટ્રેક્ટરની ટોલી ની ચોરી થયા ની જાણ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવી છે જેમાં ફરિયાદી દેવજીભાઈ લખમણભાઇ સોલંકી રહે કોઠીગામ વાળા એ પોતાની ટ્રેક્ટરની ટોલી કિંમત રૂપિયા 80,000 તેમજ ચોરી થયાના સાક્ષી ઉસ્માન ગની અલાઉદીનભાઈ બાદી ની પણ રોટાવેટર કિંમત રૂપિયા 40 મળી કુલ ₹1,20,000 ના વાહન ટ્રેક્ટર તેમજ ટોલી અને રોટાવેટર ની ચોરી કોઠી ગામે થયાની ની ફરિયાદ ગઈકાલ તારીખ 6 9 2024 ના રોજ રાત્રે 21:45 કલાકે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરીયાદ કરતા ચોરીનો ગુનો નોંધી વાંકાનેર તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે