22-09-2024 ના રોજ સવારથી મોડી રાત સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો દર વર્ષની જેમ આ વર્ષ રાબેતા મુજબ યોજાશે: KGN ગ્રુપ રાજા વડલા સાથે દરગા કમિટી કાર્યક્રમ ને સફળ બનાવવા માટે તડામાર તૈયારી ઓ શરૂ…
વાંકાનેર ખાતે અહીં આવેલા આરોગ્ય નગર દાતાર ટેકરી વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વાંકાનેર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના હિન્દુ મુસ્લિમ સમાજ માટે શ્રદ્ધાનું પ્રતીક હઝરત દાતાર પીર દરગાહ રહ્યું હોય તેમ આશરે છેલ્લા 30 વર્ષથી દરગાહના ખાદીમ અબ્દુલબાપુ એ જણાવેલ વિગત અનુસાર વર્ષોથી કોમી એકતા ના પ્રતીક દાતાર પીર ના શ્રદ્ધાળુ ચાહકો હિન્દુ મુસ્લિમ સમાજના હોવાથી બટેટાવાળા પુલાવ અને ગુંદી નો ન્યાઝ પ્રસાદ નું એલાન એ આમ વિતરણ કરવામાં આવે છે દર વર્ષે મુસ્લિમ મહિમા રબ્બીઉલ ના મુસ્લિમ ચાંદ 18 માં ઉર્ષ કરવામાં આવે છે જે આ વર્ષે પણ હજરત જમિયલશા પીર (ર.હે.) ના ઉર્ષ મુબારક દર વર્ષ ની જેમ શાનો સોકત થી આ વર્ષે પણ રવિવારે અંગ્રેજી તારીખ 22 9 2024 ને રવિવાર ના રોજ સવારે 8:30 કલાકે સંદૃલ મુબારક ત્યારબાદ 9:30 કલાકે મહિલાઓની કુરાન ખાની ત્યારબાદ 10:30 કલાકે તકરીર શરીફ નો પ્રોગ્રામ યોજાશે અને રાત્રે કવાલીની રમઝટ બોલાવવામાં આવશે આ કાર્યક્રમમાં વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારના હિન્દુ મુસ્લિમ કોમી એકતાના પ્રતીક જમિયલશા દાતાર ના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવશે આ કાર્યક્રમમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રાબેતા મુજબ કે જીએન ગ્રુપ રાજા વડલા અને જમિયલશા દાતાર દરગા ઉર્ષ કમિટી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરશે તેમ દરગાહ શરીફ ના ખાદીમ પ્રોફાઈલ ઝુલ્ફીકાર અલી હૈદર અલીબાપુ ઉર્ફે અબ્દુલ બાપુ એ જણાવ્યું છે જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે