

વાંકાનેર આવેલ ગર્લ્સ હાઇસ્કુલ માં શિક્ષક દિન નિમિત્તે જીતુભાઈ સોમાણીએ નગરપાલિકા સંચાલિત ગર્લ્સ હાઇસ્કુલ વિદ્યાર્થીનીઓને લાઈવ ગાઠીયા નો નાસ્તો કરાવી શિક્ષણ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થી દીકરીઓ આજ રોજ શિક્ષક બની હતી અને શિક્ષકોની ભૂમિકા અંતર્ગત શબ્દનું જ્ઞાન સાથે પરિવારિક સામાજિક અને આજના આધુનિક યુગમાં કોમ્પ્યુટર યુગ મોબાઈલ યુગને મા પણ શબ્દોના જ્ઞાન તત્વનું જ્ઞાન પુરૂ પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સવારે 10:00 વાગે શરૂ કરવામાં આવ્યો હતો જે 11 વાગ્યા સુધી એક કલાક શિક્ષક દિન અંતર્ગત ભારતીય સંસ્કૃતિ પરંપરા અનુસાર કાર્યક્રમો સાથે શિક્ષક દિનની ઉજવણી કરી હતી તેમાં ગર્લ્સ હાઇસ્કુલના આચાર્ય રમેશભાઈ જાદવ એ જણાવ્યું હતું કે તેવા નિમિત્તે વિદ્યાર્થીનીઓને સંસ્કારી પરિવારિક સાથે શૈક્ષણિક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેમાં હર હમેશા દીકરીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે દીકરીઓ આત્મા નિર્ભર સાથે શિક્ષણ ક્ષેત્રે નાસીપાસ થયા વગર દીકરીઓ પ્રગતિ પ્રાપ્ત કરે એવા પ્રયાસોમાં હર હમેશા વાંકાનેર કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તરફથી ભરપેટ ભોજન કરવામાં આવે છે જે આજરોજ તારીખ 5 9 2024 ગુરુવારે વાંકાનેર ની સ્કૂલ ખાતે શિક્ષણ દિવસની ઉજવણી અંતર્ગત જીતુભાઈ ધારાસભ્ય પોતે જાતે રસોઈ ગાંઠિયાની બનાવી દીકરીઓને ભરપેટ નાસ્તો કરાવવામાં આવ્યું હતું જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

