વાંકાનેર ખાતે તારીખ 25 9 2024 ના રોજ બુધવારે સાંજે 4:00 કલાકે પરિસ્થિતિ ને ધ્યાને રાખી વાર તહેવાર નિમિત્તે ગ્રામ રક્ષક જી આર ડી જવાનોને ફરજ ના ભાગે ટ્રેનિંગ માર્ગદર્શન અંતર્ગત રોલ કોલ લેવામાં આવે છે તેના ભાગરૂપે વાંકાનેર અમરસિંહ હાઈસ્કૂલ ના ગ્રાઉન્ડમાં રોલ કોલ જે રોલ કોલ મા 172 ગ્રામ રક્ષક ના સભ્યો જી.આર.ડી જવાનો ને મોરબી જિલ્લા પીએસઆઇ જેડી ડામોર એ પ્રજા ચિંતન ડિસિપ્લિન સહિત પરિસ્થિતિને ધ્યાને રાખી એલર્ટ રહેવું વાણી વિલાસ સારો રાખી કાયદાનું પાલન કરવું અને સોશિયલ મીડિયાનો દુરુપયોગ ના કરવો વિવિધ માર્ગદર્શન આપ્યું હતું ઘટના અનુસંધાને ઉદાહરણો પણ પીએસઆઇ જેડી ડામોર એ આપી હતું આ રોલ કોલ અંતર્ગત વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરજ
બજાવતા એ.એસ.આઇ સી.ડી. ચાવડા અને એચ એચ ટોટા એ પી એચ આઈ જેડી ડામોર હસ્તે જી આર ડી જવાન ઝાલા અર્જુનસિંહ કોઠારીયા ગામના ની પરપ્રાંતિય પોલીસ અધિકારીઓ ને મદદગાર થયા હતા સ્થાનિક પોલીસની સુચનાથી આરોપીઓને પકડાવવામાં મદદરૂપ થયા હતા એ બદલ સન્માન પત્ર સાથે રોકડ પુરસ્કાર અર્પણ કરી
પ્રોત્સાહિત કર્યા હતા તેમજ અન્ય કામગીરી કરનાર જીઆરડી જવાન ને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું તેમાં મગનભાઈ રોજાસરા ભાનુ ભાઈ ડાંગર શક્તિસિંહ ઝાલા અને રીટાબેન મકવાણા ને પણ સારી કામગીરી અંતર્ગત પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જે સમગ્ર ગ્રામ રક્ષક જીઆરડી ના કર્મચારીઓનો રોલ કોલ કાર્યક્રમમાં અંતર્ગત તસવીરમાં દ્રશ્યમાન થાય છે