હાલ સમગ્ર રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટી ભાજપ દ્વારા સદસ્ય અભિયાન અંતર્ગત કાર્ય ચાલી રહ્યું છે ત્યારે વાંકાનેર શહેર મા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ની અધ્યક્ષતામાં સદસ્યતા અભિયાન તેમજ સેવા પખવાડિયા અંતર્ગત મળેલ મિટિંગમાં મોરબી જિલ્લા
ભાજપ પ્રભારી ડો. હીતેશભાઈ ચૌધરી, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હિરેનભાઈ પારેખ, મોરબી જિલ્લા ભાજપ સદસ્યતા અભિયાન ઈન્ચાર્જ ઘનશ્યામભાઈ ગોહેલ, વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી,મોરબી જિલ્લા ભાજપ
ઉપપ્રમુખ અશ્વિનભાઈ મેઘાણી, મોરબી જિલ્લા ભાજપ મંત્રી પ્રજ્ઞેશભાઈ પટેલ, મોરબી જિલ્લા ભાજપ મંત્રી સંગીતાબેન વોરા, મોરબી જિલ્લા ભાજપ કોશાધ્યક્ષ પ્રભુભાઈ વિંઝવાડીયા, તેમજ બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં મહાનુભાવો દ્વારા સદસ્યતા અભિયાન તેમજ સેવા પખવાડિયા અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે સમગ્ર તસવીરમાં દ્રશ્યમાન થાય છે